Home » Madhya Gujarat » Chhota Udaipur » Nasvadi » Nasvadi - નસવાડી તાલુકાના દુગધા ગામ સુધી જાત તપાસ કરાઈ : કે સી વલવી મામલતદાર

નસવાડી તાલુકાના દુગધા ગામ સુધી જાત તપાસ કરાઈ : કે સી વલવી મામલતદાર

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:56 AM

મતદાર યાદી નોંધણી-સુધારણા ઝુંબેશ પ્રથમ દિવસે 641 મતદાર નોંધણી-સુધારણા કરાઈ

  • Nasvadi - નસવાડી તાલુકાના દુગધા ગામ સુધી જાત તપાસ કરાઈ : કે સી વલવી મામલતદાર
    નસવાડી તાલુકો આદીવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે ખાસ કરીને હાલમાં ચૂંટણી આયોગ દ્વારા મતદાર ઝુંબેશ શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં મતદાર નોંધણી ઝુંબેશ પ્રથમ રવિવારના રોજ શરૂ કરાઇ. નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના એવા મતદાન મથકો છે જ્યાં પહેલા તો નેટવર્કની સુવિધાનો અભાવ છે ત્યારે નસવાડી તાલુકાના મુખ્ય ચૂંટણી અધિકારી અને મામલતદાર નસવાડી કે સી વલવી દ્વારા બીએલઓ પ્રાથમિક શાળાના મતદાન મથકો પર હાજર છે કે નહીં તે બાબતને લઈ જાતે ચેકિંગમાં નીકળ્યા હતા અને નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના દુગધા ગામ સુધી બુથ પર બીએલઓ હાજર છે કે નહીં તે તપાસ કરી હતી. નસવાડી તાલુકાના 161 મતદાન મથકો હોય ત્યારે દરેક બીએલઓને મતદાર નોંધણી ઝૂંબેશને લઈ જરૂરી સાહિત્ય નસવાડી મામલતદાર કચેરીમાંથી અપાયું હોય ત્યારે ફોર્મ નંબર 6,7,8 અને 8 ક આમ અલગ ફોર્મમાં મતદાર નોંધણીથી લઈ નામ કમી મતદાર નામ સુધારણા તેમજ અન્ય કામગીરી કરાઈ હતી. પ્રથમ રવિવારના રોજ કુલ 641 ફોર્મ મતદાર નોંધણીથી લઈ સુધારણાના નસવાડી તાલુકામાં આવ્યા હતાં. નસવાડી મામલતદાર દ્વારા 16 જેટલા સુપરવાઈઝરને બીએલઓ કામગીરી માટે બુથ પર બેઠા છે કે નહી બાબતની તપાસ અને આંકડાકીય માહિતીની કામગીરીમાં મુક્યા હતાં. એકંદરે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પણ બીએલઓ પહોંચ્યાં હતા અને કામગીરી કરી હતી.

    નસવાડી તાલુકામાં મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ. તસવીર ઈરફાન લકીવાલા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ