છોટાઉદેપુર જિલ્લાને કેબલ નેટવર્કથી જોડવા કામગીરી શરૂ

ગ્રામ પંચાયતમાંથી ઓન લાઈન કામગીરી બીએસએનએલના કેબલ નંખાઈ રહ્યાં છે નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:56 AM
Nasvadi - છોટાઉદેપુર જિલ્લાને કેબલ નેટવર્કથી જોડવા કામગીરી શરૂ

છોટાઉદેપુર જિલ્લો આદીવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે જિલ્લામાં 6 તાલુકા આવેલ છે જેમાં નસવાડી, કવાંટ, પાવીજેતપુર, બોડેલી, કવાંટ, સંખેડા આ 6 તાલુકાના કેટલાક એવા ગામડા છે. જ્યાં સરકારની નેટવર્ક સુવિધાનો અભાવ છે. એક સમયે ઇ ગ્રામ વિશ્વ ગામ તરીકે જે જાહેરાત કરાઈ હતી. જેમાં ગ્રામ પંચાયતમાંથી જ દરેક રેકર્ડ ઓનલાઈન ગ્રામજનોને મળી રહે તે માટે ડિસ, કોમ્યુટરની સુવિધા ઉભી કરાઈ હતી. પરંતુ મોટા ભાગની ગ્રામ પંચાયતમાં ડીસ સુવિધાની સિસ્ટમ પડી ભાગી અને સરકારનો જે હેતુ હતો તે સિદ્ધ ન થયો ત્યારે ભારત સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતને નેટવર્ક સુવિધાથી જોડવા માટે ભારતીય સંચાર નિગમ લિમિટેડ કંપનીના નેજા હેઠળ જ હાલમાં પુનાની એક ખાનગી એજન્સી દ્વારા છોટાઉદેપુર જિલ્લાની મોટાભાગની ગ્રામ પંચાયતને કેબલ નેટવર્કથી જોડવા માટે કામગીરી શરૂ કરાઇ છે. જેમાં ઓએફસી કેબલને ગ્રામ પંચાયત કચેરી સુધી લઈ જવા માટે રોડની સાઈડમાં જેસીબીથી ખોદાણ કરાઈ રહ્યું છે. જેમાં પીવીસીના પાઇપ નાખવામાં આવી રહ્યા છે તેમજ પાઇપ નખાઈ ગયા બાદ પાઇપમાં ઓએફસી કેબલ પસાર કરવામાં આવી રહ્યો છે. જે કેબલ ગ્રામ પંચાયત કચેરી સુધી લઈ જવામાં આવી રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં હાલ એક ખાનગી એજન્સી દ્વારા આ કામગીરી ખૂબ જ ઝડપથી કરાઈ રહી છે. બીબીસીએલ કંપનીના નામથી આ કામગીરી કરાઈ રહી છે. જેમાં કંપનીના કોન્ટ્રાકટરના જણાવ્યા મુજબ દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા જે ગામડામાં ગ્રામ પંચાયતમાં ગ્રામજનોને તેમના જમીન ખાતાના 7,12, 8 અ જેવા ઉતારા તેમજ દરેક પ્રકારની ઓનલાઈન કામગીરી ગ્રામ પંચાયત થકી જ ગામમાં થઈ જાય અને જે કામ માટે ગ્રામજનોને કેટલાય કિલોમીટરથી સામાન્ય કામ માટે કિલોમીટર સુધી આવવું પડતું હોય તે ન આવવું પડે તેવા પ્રયાસને લઈ હાલ ...અનુસંધાન પાના નં.2

X
Nasvadi - છોટાઉદેપુર જિલ્લાને કેબલ નેટવર્કથી જોડવા કામગીરી શરૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App