નસવાડીના કૃષિ માહીતી સરદારના ખાતર ડેપોમાં તપાસ હાથ ધરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી | રાજ્યમાં જે રીતે ખેડૂતો પાસે ખાતરના પૂરતા ભાવ લેવામાં આવે છે પરંતુ ખાતરની બેગમાં નિયમ મુજબના વજન કરતા ઓછું વજન આવતા સમગ્ર રાજ્યમાં સરદારના ખાતર ડેપોમાં તપાસ શરૂ કરાઇ છે. જેને લઈ નસવાડીના સરદાર ખાતર ડેપોમાં ખાતરની થેલીઓને વજન કાંટા પર વજન કરી તપાસ શરૂ કરાઈ છે. ખાતર થેલીમાં 250 ગ્રામથી લઈ 50 ગ્રામ ખાતરનું વજન થેલીમાં ઓછું જણાઈ આવ્યું છે. સરદાર ખાતર ડેપોમાં 1 હજારથી વધુ ખાતરની થેલીનો સ્ટોક છે. જેનું વજન કરતા હજુ બે દિવસનો સમય લાગશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...