નસવાડી મેમણ કોલોનીમાં એક માસથી ઉભરાતી ગટરોથી ગ્રામજનોમાં રોષ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી મા હાલ મેમણ કોલોની મા છેલ્લા એક માસ થી ઉભરાતી ગટરો ને લઈ વિસ્તાર ના રહીશો હેરાન પરેશાન બન્યા છે રાત પડતા ખુલ્લી ગટરો મા ભૂંડ ના ટોળાં ટોળાં તેમની ભૂખ સંતોષવા ઉમટી પડે છે અને ગટર ના પાણી માં લોથપોથ થઈ જાહેર માર્ગ પર દોડે છે જેને લઈ જાહેર માર્ગ ના રસ્તા ભારે દુર્ગધ મારે છે સાથે જ રાત ના મચ્છરો નો ત્રાસ વધી ગયો છે થોડા દિવસો પેહલા ગામ ના મહીલા સરપંચ આ ગટરો નું જાત નિરીક્ષણ કરી આવ્યા હતા મહીલા ઓ ને જાતે મડયા હતા છતાંય હજુ સુધી ગટરો સાફ થઈ નથી નસવાડી ગ્રામ પંચાયત ચૂંટણી ના સમયે મત તો નસવાડી ગામ ને વાયફાય નેટવર્ક મળશે નું કહી બધાજ કામ પુરા થશે સ્વચ્છ નસવાડી બનશે જેવા વાયદા કરી ગ્રામ પંચાયત સત્તાધીશો ચૂંટણી જીતી ગયા પરતું વાસ્તવિકતા કઈ અલગ છે .મેમણ કોલોની ના મતદારો એક તરફી મતદાન કરે છે છતાંય તે વિસ્તાર મા ધ્યાન અપાતું નથી . ...અનુસંધાન પાના નં.2

ગંદા પાણીથી મચ્છરોના ત્રાસથી લોકો હેરાન પરેશાન બન્યા
અન્ય સમાચારો પણ છે...