તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડી ટાઉનમાં નવા વિજપોલ 3 માસ બાદ ઉભા કરાતા ગ્રામજનોમાં ખુશી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી ટાઉન ની વિજ લાઈન ના વાયરો જુના હોય બદલવા માટે છોડયા હોય નસવાડી ના વેપારીઓ ગ્રામજનો વિજ લાઈન ના વારંવાર અકસ્માત ને લઈ ઉંચી લઈ જવા માંગ કરી હતી આખરે ત્રણ માસ ના કકળાટ બાદ નિયમ મુજબ ની નાણાં ની ભરપાઈ કર્યા બાદ નવા વિજોપોલ ઉભા કરાઈ રહ્યા છે શીરા ફીડર પર ટાઉન નો કેટલો વિસ્તાર ચાલુ હોય વિજ પુરવઠા ની અનિયમિતતા ને લઈ નસવાડી ના ગ્રામજનો દુઃખી બન્યા છે હવે એચ ટી વિજ લાઈન ના વિજપોલ નખાઈ રહ્યા છે જેને લઇ લાઈન ઉંચી થઈ જતા ફરી ટાઉન ના ફીડર પર વિજ પુરવઠો કાર્યરત કરાશે અને અકસ્માત પણ નહી થાય .નસવાડી એમ જી વી સી એલ કચેરી ની મારામારી ની ઘટના બાદ અચાનક વિજપોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાયા ની ભારે ચર્ચા નસવાડી ટાઉન માં જાગી છે .

અન્ય સમાચારો પણ છે...