તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવા બત્તી કર્યા બાદ વેચાણ માટે મુકેલ પેટ્રોલમાં આગ લાગતા દાદી-પૌત્રી દાઝયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાના વસવાણી ગામે ગામમાં રહેતા આદીવાસી પરીવાર છૂટક દુકાન ચલાવે છે. જે પરીવાર દીવા બત્તી કર્યા બાદ તેના કામ કરતા હતાં તે સમયે વેચાણ માટે મુકેલ પેટ્રોલમાં આગ લાગતા નસવાડીના સિંધીકુવા ગામે રહેતી 12 વર્ષ પૌત્રી વસાવાણી ગામે રહેતી દાદીને ત્યાં ગયેલ હોય આગમાં દાઝી ગઇ હતી. સદનસીબે આગ મોટી ન હોઇ બન્ને દાદી-પૌત્રીને હાથ પગમાં આગથી દાઝેલ હોવાથી નસવાડી દવાખાનામાં દાખલ કરાયા હતાં. ત્યાંથી વંધુ સારવાર માટે અન્ય દવાખાને રિફર કરાયા હતાં. નસવાડી તાલુકામાં મોટા ભાગના ગામડામાં પેટ્રોલનું ધૂમ વેચાણ છે જે બાબતે તંત્રને જાણ હોવા છતાંય કોઈ પગલાં ભરાતા નથી. સદનસીબે કોઈ મોટી ઘટના બની ગઈ હોત તો જવાબદાર કોણ નસવાડીના ગામડામાં પેટ્રોલ ડીઝલનું વેચાણ થાય છે પરંતુ સેફ્ટીના ભાગરૂપે દુકાન દાર પાણીની વ્યવસ્થા કરી રાખે અને સેફ્ટીના સાધનો રાખી નિયમ મુજબના પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે તે જરૂરી બન્યું છે એક મોટી ઘટના બનતા રહી ગઈ છે ત્યારે તંત્રએ આ બનાવથી શીખ લેવાની જરૂર છે. જ્યારે પેટ્રોલ પમ્પો પર બાઈક સવાર ઉભા રહેતા હોય છે અને પહેલા કેરબા લઈ આવેલ ગ્રાહકોને પેટ્રોલ ભરી આપવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...