તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડી ખાતે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને સાધન સહાય અપાઇ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકાની અનેક શાળામાં દિવ્યાંગ બાળકો અભ્યાસ કરતા છે. રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોમાં રહેલી અભ્યાસ કરવાની પ્રવૃત્તિ અને તેમને પડતી મુશ્કેલી દૂર કરવા માટે દિવ્યાંગ બાળકોને દરેક રીતે મદદરૂપ થતા હોય જેના ભાગરૂપે નસવાડીમાં સર્વ શિક્ષા અભિયાન તરફથી નસવાડી, કવાંટ તેમજ સંખેડા તાલુકાના શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે તારીખ 17/08/2019ના રોજ ડોક્ટર દ્વારા ચેકઅપ કેમ્પમાં દિવ્યાંગોને કયા સાધનની જરૂરીયાત છે. તેવી તપાસ કરી તારીખ 10/01/2020ના રોજ નસવાડી બીઆરસી ભવન મુકામે દિવ્યાંગ બાળકોને તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 60 દિવ્યાંગ બાળકોને અલગ અલગ પ્રકારના જરૂરીયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યા હતા. આદિવાસી કેટલાય બાળકો એવા છે. જેમને તેમના વાલીઓ આવા સાધન અપાવી શકતા નથી. કારણ કે સાધનો ખૂબ મોંઘા આવતા હોય રાજ્ય સરકાર દ્વારા આદિવાસી બાળકોથી લઈ દરેક જ્ઞાતિના દિવ્યાંગ બાળકોને સાધન સહાયની ફાળવવડી કરતા વાલીઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમના નાના બાળકો સાધનથી પોતે પગભર બની આગળ વધશે તેવી આશા વ્યક્ત કરી છે.

નસવાડી મા દિવ્યાંગ બાળકો ને સાધન સહાય અપાઈ તેની તસવીર .ઈરફાન લકીવાલા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો