Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાંચ ગામમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા રજૂઆત
નસવાડી તાલુકાના 212 ગામડામાં અવાર નવાર પોલીસ રેડ પાડી દારૂના દરરોજ કેસ કરતી હોય છે. પરંતુ દારૂ વેચનાર અને પીવા જનારને ગમે તે રીતે દારૂનો વેપાર માટે જેમ છૂટ મળી હોય તેમ દારૂ ગામડામાં મળી જાય છે. જેમાં મોટાભાગના જાહેર રસ્તામાં અને ગામડામાં દેશી દારૂની પોટલીઓ તો રઝળતી જોવા મળે છે. જેને લઈ આજનું યુવાધન દારૂની લતે ચડી ગયું છે. દારૂ પીધા બાદ યુવાધન તેના પરિવાર સાથે ઝઘડાં કરતો જોવા મળે છે. રાયપુરના ગ્રામજનોએ જણાવ્યું કે બાળકોના હાથમાં નોટપેનની જગ્યાએ સાંજ પડતા દારૂની પોટલીઓ હોય છે. જે બાબતને લઈ રાયપુર ગ્રામ પંચાયતમાં આવતા ગઢ, સિમેલ, રાયપુર, ભરવાડા, ખભાયતા આ પાંચ ગામના 100થી વધુ ગ્રામજનો 20થી વધુ મહિલાઓ નસવાડી પોલીસ સ્ટેશનમાં બપોરના આવ્યાં હતા. પોલીસ સ્ટેશન બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં બંધ કરો બંધ કરો દારૂના અડ્ડા બંધ કરો. યુવાધનને બચાવો સાથે જ નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસરને લેખિતમાં આવેદન આપ્યું હતું. જેમાં લખ્યા મુજબ ગામડામાં મોટાપાયે દારૂના અડ્ડા ચાલુ હોય છે. જેમાં ગામના યુવાનો વડીલોનું જીવન ધોરણ દિવસે ને દિવસે નીચું થતું જાય છે. ઘણા કુટુંબમાં વારંવાર ઘર કંકાશ થતા હોય પરિવારના ઘર સંસાર બગડી રહ્યા છે. બે રોજગારો જેવી હાલત ઉભી થઇ છે. વારંવાર તંત્રને દારૂના અડ્ડા બંધ કરાવવા જાણ કરાઈ છે. પરંતુ કોઈ સચોટ પરિણામ મળ્યું ન હોય ગ્રામજનો દ્વારા આવેદન અપાયું હતું. સાથે નસવાડી પોલીસ સ્ટેશનમાં મહિલાઓ, ગ્રામજનો બેસીને રાત્રિ સભામાં રજુઆત થયા બાદ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. અગાઉ મહિલાઓ સખી મંડળની દારૂના આ અડ્ડા બંધ માટે માટલા ફોડ કર્યા હતા. છતાં કોઈ પરીણામ મળ્યું ન હોય પોલીસ સ્ટેશનમાં બેસીને પોલીસને ઉગ્ર રજૂઆત કરી હતી. આખરે નસવાડી પોલીસ અગાઉ પણ ગામમાં કેસ થયા છે અને હમણાં પણ રેડ પાડી કાર્યવાહી કરી છે. સાથે જ આજની રજૂઆતને લઈ કડક હાથે દારૂબંધીનો કડક અમલ કરાવીશુંની ખાતરી આપી હતી. છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસ નસવાડી તાલુકામાં આવતી હોય તે પણ બૂટલેગરોને ખબર પડી જતી હોય છે.બૂટલેગરોને કોઈ ડર રહ્યો નથી.પોલીસ લઠ્ઠાકાંડ થયા બાદ દારૂબંધીનો કડક અમલ કરાવશે તેની ભારે ચર્ચા ઉઠી છે.
નસવાડી પોલીસ સ્ટેશન બહાર ગ્રામજનોના સ્ૂત્રોચ્ચાર. ઇરફાન લકીવાલા
અડ્ડા બંધ કરાવવા પોલીસને લેખિત અરજી આપી
લેખિતમાં પોલીસને અરજી આપી છે. દારૂના અડ્ડા બંધ નહીં થાય તો અમો આંદોલન કરીશું. યુવાનો, વડીલો દારૂની લત્તે ચઢ્યા હોય ગામની મહિલા હેરાન થઈ ગઈ છે. પોલીસ કડક હાથે કામગીરી કરે નાના બાળકો જેમના ભણવાના દિવસો છે. તેમના પર ખરાબ અસર પડે છે. યોગેશભાઈ રાઠવા, ગ્રામજન ભરવાડા