તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડી CCIમાં કપાસની આવક 8 ગણી વધી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડીના મુખ્ય કપાસ ખરીદ કેન્દ્ર એવા ભારતીય કપાસ નિગમ લી પર વહેલી સવારથી ખેડૂતો વાહનમાં કપાસ લઈ વેચાણ માટે આવે છે. નસવાડીના સીસીઆઈ કેન્દ્ર પર વહેલી સવારથી કપાસ વેચાણ માટે આવનાર ખેડૂતો નંબર અપાય છે અને પછી નિયમ મુજબ ખરીદ શરૂ થાય છે. નસવાડી તાલુકામાં ગત વર્ષ 19/20ના સીસીઆઈ કપાસ ખરીદના આંકડા મુજબ 5000 ક્વિન્ટલ કપાસ ખરીદ કરાયો હતો તે વખતે 5400 રૂ કી.નો ભાવ હતો જ્યારે આ વર્ષે 19/20મા ખેડૂતોનો કપાસ સારો ઉતારો આવતા નવેમ્બર માસથી ખરીદ શરૂ કરાઈ હતી. જેમાં માર્ચ માસમાં 40 ,000 ક્વિન્ટલ કપાસ સીસીઆઈ દ્વારા ખરીદ કરાયો છે. જેની સામે ખેડૂતોના સીધા બેન્ક ખાતામાં 20.16 કરોડથી વધુની માતબર રકમ જમા કરાઈ છે. દરરોજના કપાસની આવક સામે બિલ બનાવ્યા બાદ ખેડૂતોના ખાતામાં નાણા જમા થઈ જતા હોય નસવાડી સીસીઆઈની સૌથી ઝડપી કામગીરી ખેડૂતો જણાવી રહ્યા છે. સાથે ખેડૂતોનો કપાસ લેવાનો જેટલો બને તેટલો પ્રયત્ન કરાય રહ્યો છે. કપાસની મબલખ આવક હોવાથી રૂની ઘાસડીઓ તૈયાર થાય તેમ ખરીદ પણ કરાઈ છે. કપાસ વેચાણ માટે આવનાર ખેડૂત પાસે 7/12 8/અ તલાટીનો દાખલો સાથે બેન્ક પાસ બુક આધારકાર્ડ લેવામાં આવતું હોય છે. ખેડૂતો નસવાડી સીસીઆઈને કપાસ વેચવા માટે હોંશેહોંશે આવી રહ્યા છે. ખેડૂતના કપાસમાં સીસીઆઈ દ્વારા નિયમ મુજબ હવાનો ભેજ ચેક કરાય છે. એકંદરે નસવાડી તાલુકામાં સીસીઆઈની કપાસ ખરીદીથી ખેડૂતો ખુશ છે. બજારમાં 5100 રૂ ભાવ કપાસનો અપાય છે. જ્યારે સીસીઆઈ 5500 રૂ ભાવ આપે છે. બીજી બાજુ ગત વર્ષ કરતા આ વર્ષે કપાસની આવકમાં 8 ઘણો વધારો નોંધાયો છે. અને હજુ કપાસ લેવાનું ચાલુ હોય મબલક કપાસની આવક થઈ છે સીસીઆઈ અધિકારી પણ એ ગ્રેડનો કપાસ લેતા હોય છે. એ ગ્રેડની આવક સારી છે જેને લઈ બી ગ્રેડનો કપાસ લઈ શકતા નથી. હાલ તો માર્ચ એન્ડ સુધી કપાસની આવક ચાલુ રહેશે તેમ ખેડૂતો જણાવ્યું છે.

વર્ષ18-19માં 5000 ક્વિન્ટલ કપાસની આવક, વર્ષ19-20માં માર્ચ માસ સુધી 40,000 ક્વિન્ટલ આવક થઇ

ખેડૂત આવશે ત્યાં સુધી ખરીદ ચાલુ રહેશે

ગત વર્ષ કરતા આ વર્ષે કપાસની આવક સારી છે અમારા ઉપરી અધિકારીઓ પણ ધ્યાન આપી રહ્યા છે કપાસ ખેડૂતો લાવશે તેમ લઈશું એ ગ્રેડનો કપાસ આવે છે. તેનો રૂનો ઉતારો સારો આવે છે. 40 હજાર કવિન્ટલ આવક થઈ છે. ખેડૂતોના ખાતા મા રકમ જમા થઈ છે . >પ્રભાર સિંઘ સીસીઆઈ અધિકારી નસવાડી

રૂા.7400ની ગાંસડીઓ મુંદ્રા પોર્ટ પર રવાના

રૂની ગાંસડીઓ ગત વર્ષે 947 હતી આ વર્ષે 7400 રૂની ગાંસડીઓ બની મુંદ્રા પોર્ટ પર રવાના થઈ. ગત વર્ષે આખી સિઝનમાં ફક્ત 947 રૂની ગાંસડીઓ બની હતી. આ વર્ષે 7400 રૂની ગાંસડીઓ બની અને કચ્છના મુંદ્રા પોર્ટ પર જઈ રહી છે
અન્ય સમાચારો પણ છે...