તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નસવાડી MGVCLના JE અને ડ્રાઈવર વચ્ચે થયેલી મારામારીમાં 6 સામે ફરીયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નસવાડી એમજીવીસીએલમાં જુનિયર ઇજનેર અને ચાર વર્ષથી એમજીવીસીએલમંા કોન્ટ્રાક્ટ પર ચાલતી જીપ ચાલકના ડ્રાઈવર વચ્ચે થયેલ મારામારીમાં પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સરકારી કર્મચારી જુનિયર ઇજેનર નોકરીની ફરજના શિસ્તના નિયમ નેવે મૂકી માણસો બોલાવી જાહેરમાં ડ્રાઈવરને માર માર્યાની ઘટના અને ડ્રાઈવર પણ તેના ભાઈ સાથે જુનિયર ઇજનેરને મારમારીની ઘટના નસવાડી પોલીસ પહોંચી હતી.નસવાડી ટાઉનના અને જુનિયર ઇજેનર ના વડીલો સાંજના દોડી આવ્યા હોય આખરે ઘટના મારામારીની હોય નસવાડી પોલીસ દ્વારા બે ગુના દાખલ કરાયા છે. જેમાં ફરીયાદી આરીફભાઈ મેમણ ડ્રાઈવરને માર મારવાની ઘટનામા હરેન્દ્રસિંહ વિક્રમસિંહ કોઢીયા જુનિયર ઇજેનર એમજીવીસીએલ, જિતેન્દ્રસિંહ ચાવડા, કવિરાજ તડવી સામે ગુનો દાખલ થયો છે .જ્યારે ફરીયાદી હરેન્દ્રસિંહ કોઢીયા જુનિયર ઇજનેરને માર મારવાની ઘટનામાં આરીફભાઈ મેમણ, અશરફ મેમણ, સલિમ મેમણ આમ ત્રણ ભાઈઓ સામે ગુનો દાખલ કરાયો છે. મારામારી, સરકારી કર્મચારી પર હુમલો અન્ય કલમના આધારે ગુના દાખલ કરાયા છે. એમજીવીસીએલ કચેરી પર મારમારીની ઘટનામાં જુનિયર ઇજેનરના પિતા પી આઈ હોય સાંજે નસવાડી પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા દ્વારા બોડેલી સીપીઆઇને નસવાડી મોકલ્યા હતા .

અન્ય સમાચારો પણ છે...