તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નસવાડી 125 ગામ પાણી પુરવઠા યોજનાના કામ કરતા કર્મીને પગાર ન મળતા મામલતદારને આવેદન આપ્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નસવાડી તાલુકા 125 ગામ જૂથ પાણી પુરવઠા યોજના કરોડો રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા કાર્યરત કરાઈ છે. જે પાણી ગામડામાં ફિલ્ટર કરી પહોંચે છે. જેમાં કર્મચારીઓ કામ કરે છે.

યોજનાના પેટા કોન્ટ્રાક્ટર દ્વારા અમોને પાણીની લાઈન રિપેરિંગ, પાણીનું ક્લોરિનેશન કરી, પાવડર નાખવાની, સંપ સાફ કરવાની પાણીના વાલ શરૂ કરી પાણી બંધ કરવાની તેમજ અન્ય પાણી પુરવઠા યોજનાને લગતી તમામ કામગીરી યોજનાના પેટા કોન્ટ્રાક્ટર જીવાભાઈએ રાખેલ હતા. 17 કર્મચારી આદિવાસી હોય અને મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતા હોય કોન્ટ્રાક્ટર જીવાભાઈ પગાર ચૂકવાના વાયદા કરે છે. પરંતુ પગાર ચૂકવતો નથી. મુખ્ય કોન્ટ્રાક્ટર આજ દીન સુધી પોચબા ખાતેના મુખ્ય ફિલ્ટર પ્લાન્ટ હેડ વર્કસ પર આવતા નથી. કર્મચારીઓને માસિક રૂપિયા 6000થી 10000 પગાર ચુકવણું કરીશનું કહીને કામ પર રાખેલ હોય કેટલાય કામદારોના 4 વર્ષ, 3 વર્ષ બે વર્ષ અને છેલ્લા 6 મહીના, 7 મહિના, 5 મહીના સુધીના અલગ અલગ પગાર પેટેના હજારો રૂપિયા બાકી પડતા હોય વારંવાર કોન્ટ્રાક્ટર પાસે નાણાની માંગ કરે છે. તો નાણાં આપી દઈશનું કહી ફક્ત વચનો આપેલ પાણીની લાઈનો રિપેરિંગ કરાવે છે. જે કામગીરી છે તે બધી જ કરાવે છે.

છતાંય પગાર આપતો નથી પાણી પુરવઠાના અધિકારી પણ આ બાબતે કોન્ટ્રાક્ટર સાથે ત્રણ વાર બેઠક કરી છે છતાંય હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. કોન્ટ્રાક્ટરને દર માસે ટેન્ડરના નિયમ મુજબ યોજનાના નિભાવણી ખર્ચ પેટેના લાખો રૂપીયા મળે છે અને અધિકારીઓ દર માસે નિયમ મુજબના બિલ બનાવતા હોય છે.

છતાંય પાણીની લાઈન રિપેરિંગનો કોઈ સામાન નથી. અમો જાતે જ અમારા ખર્ચ કરી લાઈનો રિપેરિંગ કરેલ હોવા છતાંય હવે અમોને કોન્ટ્રાક્ટર પગાર ચૂકવતો નથી. આદિવાસીઓનું કામ કરવી શોષણ કરી રહ્યો છેનો ઉલ્લેખ કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ કરી તા.1 માર્ચથી પોચબા ખાતેના પ્લાન્ટ પર બેસી પગારની માંગ કરવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો