તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેરીના રસની હાટડીઓ, મટન, ચિકનની દુકાનો પર રોક લગાવવા આવેદન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નસવાડી તાલુકામાં કોરોના વાઇરસને લઈ સાવચેત રહેવા માટે સમગ્ર રાજ્ય ચિંતિત બની શકય તેટલાં જાગૃતિ તેમજ અન્ય પ્રયાસ કરે છે. પરંતુ નસવાડી તાલુકાનું વહીવટી તંત્ર હજુ કામે લાગ્યું નથી તેમ દેખાઈ રહ્યું છે. નસવાડી ટાઉનમા થુંકવા પર 500 રૂા.નો દંડ કરી દેવાયો છે. પરતું બીજી બાજુ નસવાડી ટાઉનમાં સફાઈનો અભાવ છે. સાથે નસવાડીમાં જાહેર રોડની આજુબાજુ ગંદકી છે. છતાંય ગ્રામ પંચાયત ધ્યાન આપતું ના હોવાથી, નસવાડી બજારમાં દુકાનદારો જાહેર રોડ પર કચરો સળગાવતા હોવાથી અને બીજી બાજુ તંત્ર કોરોના વાઇરસથી સાવચેત રહેવા સૂચનો આપતું હોવા છતાંય નસવાડી ટાઉનમાં ધ્યાન અપાતું નથી. નસવાડી મામલતદારને હિન્દુ યુવા વાહિનીના યુવાનો દ્વારા નસવાડી ટાઉનમાં સ્વચ્છતા તેમજ કેરીનો રસ, મટન, માસ, મછી, ઈંડા તેમજ અન્ય ખાણી-પીણીની લારીઓ આસપાસ સ્વછતા નથી. નગરમાં ભુડો વધુ ગંદકી ફેલાવી રહ્યા છે. હાલ પૂરતી દુકાનોને લઈ કાર્યવાહી કરવા આવેદનમાં ઉલ્લેખ કરાયો છે અને કોરોના વાઇરસથી સાવચેત રહેવા સરકાર દ્વારા જે સૂચનો કરાયા છે જેનો પાલન થાય અને કોરોના વાઇરસને લગતી સમજ લોકો સુધી પહોંચે અને લોકોનું આરોગ્ય સલામત રહે તે હેતુથી નસવાડી મામલતદારને લેખીતમાં આવેદન આપી મૌખિક રજુઆત કરાઈ હતી.

હિન્દુ યુવા વાહિનીના યુવાનો દ્વારા નસવાડીના મામલતદારને આવેદનપત્ર

_photocaption_નસવાડી મામલતદાર ને આવેદન અપાયુ તેની તસવીર. }ઈરફાન લકીવાલા*photocaption*
અન્ય સમાચારો પણ છે...