Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
17 વર્કર, 16 તેડાઘરની જગ્યા ખાલી છતાં આંગણવાડી મહિલાઓને લાભ મળતો નથી
નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. સરકાર દ્વારા નાના ભૂલકાંઓને પોષણ યુક્ત આહાર મળે અને બાળકો કુપોષિત ના રહે માટે ગામડામા આંગણવાડીઓ કાર્યરત છે. જેમાં આંગણવાડી વર્કર અને તેડાઘર બે બહેનો હોય છે. જેમાં વર્કર દ્વારા બાળકોના વજન તેમજ જરૂરી રજિસ્ટર સાથે અન્ય કામગીરી કરવાની હોય છે. જ્યારે તેડાઘર દ્વારા બાળકોને ઘરેથી લઈ આવવા મુકવા જવું સાથે મેનુ પ્રમાણે નાના ભૂલકાંઓને ભોજન આપવું, જ્યારે બીજી બાજુ નસવાડી તાલુકામા 224 આંગણવાડી આવેલ છે. નસવાડી 1 અને નસવાડી 2 માં આંગણવાડી ચાલે છે. જેમાં સરકાર દ્વારા ઓછા બાળકો હોય તો પણ ત્યાં બાળકોના પોષણને ધ્યાન પર લઈ મિની આંગણવાડી કેન્દ્ર પણ શરૂ કર્યા છે. પરંતુ બીજીબાજુ નસવાડી તાલુકામાં કુલ 33 જગ્યાઓ ખાલી છે. જેમાં 17 આંગણવાડી વર્કર અને 16 તેડાઘરની જગ્યાઓ ખાલી છે. જે બધી જ જગ્યાએ ચાર્જ મા સોંપેલ છે. પરંતુ ચાર્જમા ચાલતી આંગણવાડીનું મોંનટરીગ પણ પૂરતું થઈ શકતું નથી. તેમજ ચાર્જમા ચલાવતી આંગણવાડી બહેન ડુંગર વિસ્તારમાં કઈ રીતે પહોંચી શકે. છોટીઉંમર આંગણવાડી કેન્દ્ર પર બાજુની આંગણવાડી બહેનનો ચાર્જ હોય પરંતુ કાચા રસ્તા અને કેટલી મુશ્કેલીઓ હોય તો તે કાર્યકર બહેન કઈ રીતે પોહચી શકે. બીજી બાજુ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં ...અનુસંધાન પાના નં.2
નસવાડી તાલુકાનાં ગામડાઓમાં મોટા ભાગે લોકો અભણ હોવાથી લાભ નથી મળતો