• Gujarati News
  • Youth Girl Going With Young Boy, Police Case By Her Father

આખડોલનો યુવક કિશોરીને ભગાડી જતાં પોલીસમાં રાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાનાં આખડોલ ગામનો એક યુવક ગામની જ એક કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ સંદર્ભે કિશોરીનાં પિતાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ નડિયાદ તાલુકાના વિજયપુરા સીમમાં રહેતા સુરેશભાઈ રમણભાઈ પરમારને ગામની જ વિલાસબેન(નામ બદલેલ છે)(ઉં.વ.૧૭) સાથે આંખો મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાન ગત ૭મી જૂનનાં રોજ રાત્રિનાં સમયે સુરેશ વિલાસબેનને લગ્ન કરવાની લાલચ આપી તેનાં વાલીપણામાંથી ભગાડી ગયો હતો. આ બનાવની જાણ વિલાસબેનનાં પિતાને થતાં તેઓએ દિકરીની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેણીનો પત્તો લાગ્યો ન હતો. જે સંદર્ભે કિશોરીનાં પિતાએ નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મોર આંબલીની કિશોરીને યુવક ભગાડી ગયો

ઠાસરા તાલુકાના મોરઆંબલી ગામની એક કિશોરીને ભરકુંડા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ સંદર્ભે કિશોરીની માતાએ ડાકોર પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, કઠલાલ તાલુકાના ભરકુંડા ગામમાં નરેશભાઇ રમતુભાઇ ચુનારા તથા ગનાભાઇ પુજાભાઇ ડાભી રહે છે.

નરેશભાઇએ પોતાના મિત્ર ગનાભાઇની સાથે ૨૬ જૂનના રોજ સાંજના સમયે ઠાસરા તાલુકાના મોરઆંબલી તાબે આવેલ નવાપુરા ખાતે ગયો હતો. જયાં નરેશભાઇએ સાંજના ૭ વાગ્યે એક કિશોરીને લગ્ન કરવાની લાલચ આપી તેણીનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવની જાણ કિશોરીના પરિવારજનોને થતાં તેઓએ પોતાની દીકરીની શોધખોળ હાથ ધરી હતી. તેણીનો કોઇજ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે ે ડાકોર પોલીસ મથકેફરિયાદ નોધાઇ છે.