અનારા ગામની પરિણીતાનું કેરોસીન છાંટી અગ્નિસ્નાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કઠલાલ તાલુકાના અનારા ગામની એક પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરતાં ગંભીર રીતે દાઝી ગઈ હતી.

કઠલાલ તાલુકાના અનારા ગામે રહેતાં વિજયસિંહ બારૈયાનાં પત્ની ઉષાબહેને બુધવારે કોઈ અગમ્ય કારણોસર ઘરે જ જાતે શરીર પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપતા તેઓ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. પરિવારજનોને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ઉષાબહેનનો લગ્નગાળો પાંચ વર્ષનો છે. તેણીને કોઈ સંતાન નથી. ઉષાબહેન પોતાનાં સાસુ તથા પતિ સાથે રહેતાં હતાં. આ સંદર્ભે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબે કઠલાલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી વધુ તપાસ ડીવાયએસપી બી.સી. સોલંકી ચલાવી રહ્યા છે.