વડોદ શાળામાંથી એલસીડી ચોરી કરનાર ઇસમ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વડોદ શાળામાંથી એલસીડી ચોરી કરનાર ઇસમ ઝડપાયો
-
નડિયાદ માલ વેચવા આવેલ ઇસમે પોલીસના હાથે ઝડપાયો

આણંદ જિલ્લાના વડોદ પ્રાથમિક શાળામાંથી એલસીડી મોનીટરની ચોરી કરનાર એક ઈસમને શહેર પોલીસે વાણિયાવડ સર્કલ પાસેથી ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી રૂ. ૧પ હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે પોલીસે વધુ તપાસ માટે આરોપીને વાસદ પોલીસ મથકે સોંપ્યો હોવાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિ‌તી અનુસાર નડિયાદ શહેર પી.આઈ જી.એસ.શ્યાનની સુચના અને રાહબરી હેઠળ સર્વેલન્સ પોસઈ કે.ડી.મંડોરા પોતાના સ્ટાફ સાથે નડિયાદ શહેરમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન પો.કો કુંદનભાઈને બાતમી મળી હતી કે, એક ઈસમ શકમંદ હાલતમાં એલ.સી.ડી મોનીટર વેચવા માટે ફરી રહ્યો છે.
જે બાતમીના આધારે પોલીસે વાણિયાવડ સર્કલ પાસેથી ઈસમને રોકી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ પંકજ ઉર્ફે ગુરૂ અતુલભાઈ મકવાણા (રહે.વડોદ, લીમડીવાળું ફળિયુ, તા.જિ.આણંદ) નો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તેના થેલામાં તપાસ કરતાં એક એલ.સી.ડી મોનીટર એસર કંપનીના નંગ-૩ કિંમત રૂ. ૧પ હજારના મળી આવ્યા હતા. પોલીસે તેની માલિકીના પુરાવા માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો.
આગળ વાંચો, પોલીસે કઇ રીતે ધરપકડ કરી .....