મેશ્વો નદીમાં ન્હાવા પડેલાં બે અ'વાદી મિત્રોનાં ડૂબી જતાં મૃત્યુ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેમદાવાદ નજીક આવેલ મેશ્વો નદીના પુલ નીચે ન્હાવા પડેલા અમદાવાદના બે કિશોરોના ડુબી જતાં મૃત્યુ નીપજ્યુ હતું.
અમદાવાદ જશોદાનગર વિઠ્ઠલનગર ટેકરા પાસે રહેતા પાર્થ બળદેવભાઈ દરજી, પ્રકાશ સુખલાલ સુથાર તથા અન્ય બે મિત્રો શનિવારે પગપાળા મહેમદાવાદ તાલુકાના ભુમાપુરા હનુમાનજી મંદિરે દર્શન કરવા આવ્યા હતા. દર્શન કર્યા બાદ આ ચારેય મિત્રો મહેમદાવાદ નજીક આવેલ મેશ્વો નદીના પુલ નીચે ન્હાવા પડયા હતા. જેમાં પાર્થ દરજી તથા પ્રકાશ સુથાર પાણીમાં ડુબી જતાં અન્ય બે મિત્રોએ બૂમાબૂમ કરતાં આજુબાજુના ખેતરોમાં કામ કરતાં શ્રમિકો દોડી આવ્યા હતા.
આ સંદર્ભે મહેમદાવાદ પોલીસ મથકે જાણ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી આ બંન્ને કિશોરોની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. આ સંદર્ભે પોલીસે મૃતક યુવકના વાલીવારસોને જાણ કરતાં તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં મૃત્યુ પામનાર પાર્થ દરજીએ ધો.૧૦ની પરીક્ષા આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતું. આ સંદર્ભે અમદાવાદના નરેશભાઈ બીપીનભાઈ પરમારે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ પરસોત્તમભાઈ ચલાવી રહ્યા છે.