તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Truck Accident Near Marinda One Men Death Latest News

મરીડા પાસે ટ્રક પલટી જતાં 1નું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસવીરો ઘટનાની)
નડિયાદ:નડિયાદ–આણંદ એક્સપ્રેસ હાઇવે પર આવેલાં મરીડા ગામની સીમમાં એક ટ્રકચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રક રોડ પરથી ગટરમાં પલટી થઈ ગઈ હતી. ટ્રકના ક્લીનરનું દબાઈ જતાં ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ટ્રકના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ટ્રકચાલક અમદાવાદથી પીઓપી પાવડર ભરી વડોદરા જવા નીકળ્યાં હતા. આ સંદર્ભે નડિયાદ રૂરલ પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, રાજસ્થાનના જેતપુર જિલ્લાના માંગીલાલ બાબુરામ બિસ્નોઈ પોતાની ટ્રક નં.આર.જે.07.જી.એ-7002માં અમદાવાદથી પીઓપી પાવડર ભરી વડોદરા જવા નીકળ્યાં હતાં. તેઓ મંગળવારે વહેલી સવારે નડિયાદ–આણંદ એક્સપ્રેસ રોડ પર આવેલાં મરીડા ગામની સીમમાંથી પસાર થતાં હતાં. તે દરમિયાન ખાલી સાઇડમાં ટર્ન મારવા જતાં માંગીલાલે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી ટ્રક રોડની સાઈડે આવેલ રેલીંગ તોડી બાજુની ગટરમાં પલટી થઈ ગઈ હતી.
ટ્રકમાં બેઠેલાં ક્લીનર હડમાનરામ રમુરામ રાયકા (ઉં.વ.26, રહે.રાયકા કી ધાણી જિ.જોધપુર) દબાઈ જતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં હડમાનરામનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. ટ્રકના ચાલક માંગીલાલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ આજુબાજુના રહીશોને થતાં તેઓએ પોલીસ મથકે જાણ કરી હતી. નડિયાદ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દરમિયાન ટ્રકના કેબીનમાંથી બહાર કાઢેલાં ઈજાગ્રસ્ત માંગીલાલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે માંગીલાલ બિસ્નોઈની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.