ડભાણ સ્વામિનારાયણ મંદિરમાં તસ્કરો ત્રાટક્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નેશનલ હાઇવે નં.૮ પાસેના ગામ પાદરના મંદિરને નિશાન બનાવતાં ગ્રામજનોમાં ચકચાર : રાત્રિના સુમારે ત્રાટકેલાં તસ્કરો ગર્ભગૃહનો દરવાજો તોડીને મંદિરમાં પ્રવેશી શણગારના આભૂષણો, લાલજી મહારાજની પ મૂર્તિ‌ સહિ‌ત અન્ય કિંમતી ચીજવસ્તુઓ લઇને ફરાર : પોલીસે તપાસ શરૂ કરી.

નડિયાદ તાલુકાના ડભાણ સ્થિત વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શનિવાર રાત્રે ચોરી થતાં ચકચાર મચી ગઇ હતી. તસ્કર ટોળકીએ ગર્ભગૃહનો દરવાજો તોડી ભગવાનની મૂર્તિ‌ને કરેલા શણગારના આભુષણો, પંચધાતુની પ નંગ લાલજી મહારાજની મૂર્તિ‌, દાનપેટી તથા અન્ય મુદ્દામાલ સહિ‌ત રૂા. ૩૩,૬૦૦ ની ચોરી ગયા હતા.
ડભાણમાં ૧૨૭ વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરમાં શનિવારે રાત્રિના ૧૦થી ૪.૩૦ કલાક દરમિયાન કોઇપણ સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરોએ મંદિરના ગર્ભગૃહનો દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.

ત્યારબાદ મંદિરમાં બિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિ‌ત આદિ દેવોને કરાયેલા શણગારના ચાંદીના આભુષણોની તેમ જ સુખસૈયામાંની પંચ ધાતુની પાંચ નંગ લાલજી મહારાજની મૂર્તિ‌ પણ ઉઠાવી હતી. ત્યારબાદ તસ્કરોએ બે દાન પેટીના તાળા તોડીને તેમાંથી દાનની રકમ સહિ‌ત અન્ય મુદ્દામાલ મળીને કુલ રૂા. ૩૩,૬૦૦ મત્તાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. વહેલી સવારે ૪.૩૦ કલાકે મંદિરના કોઠારી જગમોહનસ્વામી નિત્યક્રમ મુજબ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં મંદિરમાં કંઇક અજુગતું બન્યું છે તેમ માલુમ પડયું હતું.

વધુ વિગતો માટે આગળની તસવીરો જુઓ