વડાલાની કિશોરીને ગોવિંદપુરાનો ઈસમ ભગાડી ગયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા તાલુકાના વડાલા ગામની એક કિશોરીને ગોવિંદપુરા ગામનો એક યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો.
ખેડા તાલુકાના ગોવિંદપુરા ગામે રહેતા વિષ્ણુભાઈ મણિલાલ પરમારને વડાલા ગામની એક કિશોરીની સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. દરમિયાન ગત ૩૧મી જાન્યુઆરીના રોજ બપોરના ૩.૩૦ કલાકે વિષ્ણુ વડાલા ગામે આવી લગ્ન કરવાની લાલચ આપી કિશોરીને ભગાડી ગયો હતો.
આ બનાવ સંદર્ભે કિશોરીના પિતાએ આજદિન સુધી પોતાની દીકરીની શોધખોળ કરી હોવા છતાં તેણીનો કોઈ જ પત્તો મળ્યો ન હતો. જેથી તેઓએ ખેડા શહેર પોલીસ મથકે વિષ્ણુ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૬૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.