વડતાલ: ગ્રંથરાજ શ્રી હરિચરિત્રામૃત સાગરનો મહાઅભિષેક યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે શુક્રવારે જળઝીલણી એકાદશીના શુભદિને મંદિરમાં આવેલ પવિત્રાનંદ સ્વામીના સભામંડપમાં પંચદિનાત્મક 'સત્સંગ જ્ઞાનયજ્ઞ’નું આયોજન કરવામાં આવેલ છે. એકાદશીના શુભદિને સદ્દગુરૂશ્રી આધારાનંદ સ્વામી રચિત ગ્રંથરાજ શ્રી હરિચરિત્રામૃત સાગરનો મહાઅભિષેક શ્રી ગોમતીજીના કિનારે પૂ.સૌરભપ્રસાદદાસજી (પૂ.લાલજી મહારાજ), ચેરમેન પૂ.શાસ્ત્રીશ્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, પૂ.સદ્દગુરૂશ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ), પૂ.શા.નૌતમપ્રકાશદાસજી(સત્સંગ મહાસભાના પ્રમુખ), શ્રી નિલકંઠ ચરણદાસજી(મુખ્ય કોઠારી) તથા શ્રી દેવપ્રકાશદાસજી (આસિ.કોઠારી) તથા સંતો-મહંતોની ઉપસ્થિતિમાં દબદબાભેર ઉજવાયો હતો. જળઝીલણી ઉત્સવની શોભાયાત્રાની સાથે-સાથે મૂળ હસ્તલિખિત શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજની શોભાયાત્રા નીકળી હતી.

બપોરે ૧૨ થી ૩ કલાક દરમિયાન પવિત્ર ગોમતીજીના કિનારે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજનો ભવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. પૂ.આધારાનંદ સ્વામિ રચિત 'શ્રી હરિચરિત્રામૃત સાગર’ માં કુલ ૨૯ પ્રકરણ, ૨૪૦૯ અધ્યાય તથા ૧,૦૨,પપ૧ શ્લોક છે. પૂ.આધારાનંદ સ્વામીએ વડતાલમાં પ૯ વર્ષની ઉંમરે સંવત ૧૯૧૪ જેઠ સુદ આઠમ તા. ૧૯/૬/૧૮પ૮ અને શનિવારના દિવસે આ ગ્રંથ લખવાનો આરંભ કર્યો હતો. પૂ.સ્વામીશ્રીએ કુલ ૧૩ વર્ષ, પ માસ અને ૧૪ દિવસ આ ગ્રંથ લખ્યો હતો.

આ મૂળ ગ્રંથની ઉંચાઈ ૪ ફૂટ અને તેનું વજન ૩૩.૧પ૦ કિલોગ્રામ છે. જેમ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે. મિણઓમાં ચિંતામણી શ્રેષ્ઠ છે. પર્વતમાં હિ‌માલય શ્રેષ્ઠ છે. તેમ આધ્યાત્મિક માર્ગમાં 'શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ’ સર્વોત્તમ છે. પ.પૂ.શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી (કુંડળધામ) ના વક્તાપદે કથા ૩ વર્ષ અને ત્રણ માસથી અવિરતપણે ચાલી રહી છે. અત્યાર સુધી ૧૩૭પ કલાકની કથા થઈ ચુકી છે. પૂનમના દિવસે શ્રી હરિચરિત્રામૃત સાગરકથા પંચદશપૂર સમાપ્તિ સમારોહ ઉજવાયો હતો. જેમાં ગ્રંથરાજનું રાજોપચારથી પૂજન, ૨૦૦૦ કિલો ડ્રાયફૂટથી ભવ્ય અભિષેક તેમજ મોતીથી ફૂલોથી અભિષેક કરવામાં આવ્યો હતો.