તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જય હો ભોલેનાથ કી, ચિંતા ન હો કિસી બાત કી...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-શિવ અને જીવનો એકાકાર થયો હર હરના નાદથી મંદિરો ગુંજ્યાં
-ચરોતર ભરના શિવાલયોમાં દર્શન માટે ભાવિકોએ ભીડ જમાવી

ખેડા જિલ્લામાં ગુરુવારે મહાશિવરાત્રિ મહોત્સવની ધામધૂમ તથા ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ નિમિત્તે નડિયાદ શહેર સહિ‌ત સમગ્ર જિલ્લાના શિવમંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થી‍ઓ ભગવાન ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડયાં હતાં. શિવાલયો ઓમ: નમ: શિવાય તથા હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠયાં હતાં. શિવમંદિરોમાં ભગવાન શિવશંકરને દૂધ, બિલ્વપત્ર, જલાભિષેક, લઘુરૂદ્ર, હોમાત્મક યજ્ઞ તથા ચાર પહોરની પૂજા-અર્ચના કરીને ભક્તજનોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દેવાધિદેવ મહાદેવની શોભાયાત્રા પણ નીકળી હતી. જિલ્લાના ગળતેશ્વર, શંકરાચાર્ય નગર સહિ‌ત મોટાભાગના ગામોમાં લોકમેળા ભરાયાં હતાં.

નડિયાદ શહેરના માઈમંદિરમાં ૭૩ ફૂટ ઊંચી શિવમૂર્તિ‌ સ્વરૂપે બિરાજેલાં દ્વાદશ જ્યોિત્ર્‍ાંલીંગની મહાપૂજા, લઘુરૂદ્ર, હોમાત્મક પાંચ કુંડી યાગ તેમજ ચાર પહોરની પૂજા યોજાઈ હતી. આ દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડયા હતા. મંદિરમાં સમગ્ર દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી તેમજ કેશવભવાની ભાગવત ધામનો પાટોત્સવ પણ ધામધૂમથી ઉજવાયો હતો. આ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેરના મંજીપુરા રોડ ઉપર આવેલ જવાહરનગરમાં પ ફૂટ ઉપરાંતની ઉંચી અને ૧૦૦ કિલો ઉપરાંત ઘી અને રૂમાંથી ભગવાન શિવશંકરની ભવ્ય પ્રતિમા બનાવવામાં આવી હતી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો