• Gujarati News
  • Shankar Singh Vaghela Attacks On CM Modi In Stone Foundation Of Girls Hostel

મુખ્યમંત્રીએ પ્રસિદ્ધિમાં કરોડો ખર્ચ્યાં... આ પૈસા કોના..? : શંકરસિંહ વાઘેલા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં કેન્દ્રિ‌ય મંત્રી દિનશા પટેલના જન્મદિન પ્રસંગે ગર્લ્સ હોસ્ટેલનો શિલાન્યાસ: સમારોહમાં કેન્દ્રિ‌ય મંત્રી ભરતસિંહ સોલંકી, વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલા સહિ‌ત ચરોતરના અગ્રણીઓ અને હોદ્દેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા
ગુજરાત વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગર્લ્સ હોસ્ટેલના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલાં સમારોહમાં નરેન્દ્ર મોદીનું નામ લીધા સિવાય આડે હાથ લીધાં હતાં. તેઓએ કહ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય ખૂબ જ મોંઘા થઇ ગયા છે. ગરીબ અને મધ્યમવર્ગ માટે આ બંને સુવિધાઓ જાણે દિવાસ્વપ્ન સમાન બની ગયું છે.
શિક્ષણની હાટડીઓ શરૂ કરીને પ્રજાને લૂંટવામાં આવી રહી છે. સામાન્ય વર્ગ સરકારી દવાખાનામાં જવાના બદલે ખાનગી દવાખાના કેમ પસંદ કરે છે તે વર્તમાન આરોગ્ય સુવિધા પરથી જ સ્પષ્ટ થાય છે. પ્રજાની સરકાર નહી પણ ઉદ્યોગપતિની સરકાર બની રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે કરોડોનો ખર્ચ કરાવી રહ્યા છે. આ પૈસા કોના..? જો આ જ નાણાંનો ઉપયોગ શિક્ષણ કે આરોગ્ય પાછળ કરવામાં આવે તો સમાજની સારી સેવા થઇ શકે તેમ છે.
આગળ વાંચો, ગર્લ્સ હોસ્ટેલના શિલાન્યાસમાં સ્ત્રીભૃણ હત્યા વિષે શું કહેવાયું