નડિયાદમાં શનિદેવ જયંતી નિમિતે અન્નકૂટોત્સવ ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ સહિ‌ત જિલ્લામાં બુધવારે શનિદેવ મહારાજની જન્મ જયંતી ધામધૂમ અને ભકિતભાવપૂર્વક ઉજવાઇ હતી. આ પર્વ નિમતે નડિયાદ માં આવેલ શ્રી શનૈશ્વર મંદિરમાં શનિદેવ મહારાજની વિશેષ પૂજા અર્ચના તથા શણગાર, અન્નકૂટ મહા આરતી સહિ‌ત વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાયા હતા.

આ સંદર્ભે મંદિરના પૂજારી હેમંતભાઇ રાવલે જણાવ્યું હતું કે, નગર રબારીવાડ વિસ્તારમાં આવેલ શનૈશ્વરદેવ મંદિરમાં શનિદેવ મહારાજની જન્મજયંતીની ધામધૂમ અને ભારે શ્રધ્ધાપૂર્વક ઉજવવામાં આવી હતી. આ પર્વ નિમિતે સવારે પ કલાકે નિજ મંદિર ખુલ્યા બાદ શનિદેવ મહારાજની વિશેષ મહાપૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ ૬ કલાકે આરતી થઇ હતી . સવારે ૭ કલાકે શનિ યાગ નો પ્રારંભ થયો હતો. બપોરે રાજભોગ મહાઆરતી , સાંજે ૬ :૩૦ કલાકે અન્નકૂટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રાત્રે ૯.૩૦ કલાકે અષ્ટ મંગલ પૂજા યોજાઇ હતી. રાત્રે ૧૧.૩૦ કલાકે શનિદેવ મહારાજની મહાઆરતી થઇ હતી. મંદિરમાં આખો દિવસ દર્શનાર્થીની ભીડ જોવા મળી હતી અને ભકતજનોએ શનિદેવ મહારાજને સિંદુર, કાળાતલ, કાળા અડદ, શ્રીફળ અને તેલ ચઢાવીને પૂજા અર્ચના કરીને શનિદેવની કૃપા થાય તે સાથે પ્રાર્થના કરી હતી. નડિયાદ શહેરના પીજ રોડ પર આવેલ શનિદેવ મંદિરમાં શનિદેવ જંયતી નિમિતે વિવિધ ધાર્મિ‌ક કાર્યક્રમો યોજાયા હતા જયારે નડિયાદ તાલુકાના દાવડા પાસે આવેલ શનિશ્વર મંદિરમાં વિશેષ મહાપૂજા યોજાઇ હતી. આ ઉપરાંત કપડવંજ ની ભૂમિ સોસાયટીમાં આવેલ શનિદેવ મંદિરનો ત્રીજો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.

આગળ વાંચો આણંદમાં પણ ઉજવણી..