પેન, કાંસકો અને રસોડાનાં સાધનોથી સેલ્ફ ડીફેન્સ!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્વ રક્ષણ તાલીમઃ નડિયાદની મહિલા કોલેજમાં અનોખા તાલીમ કાર્યક્રમાં ૫૦૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો

નડિયાદની મહિલા આર્ટસ કોલેજમાં અમદાવાદની સંસ્થા દર્પણ એકેડેમી દ્વારા બહેનો માટે સેલ્ફ ડફિેન્સના અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ અને શાળાઓની ૫૦૦થી વધુ બહેનોએ રસપૂર્વક ભાગ લઈને પ્રાથમિક સુરક્ષા માટેનાં કરાટેનાં વિવિધ દાવપેચની ટ્રેનિંગ મેળવી હતી.

રાજ્યમાં સૌપ્રથમવાર દર્પણ એકેડેમી દ્વારા ગામડાંની બહેનો માટે કરાટેની વિવિધ ટેક્નિકનું નિદર્શન નડિયાદ ખાતે આપવામાં આવ્યું હતું. સંસ્થાના યુકે સાથે સંલગ્ન ટ્રેનિંગ સ્કૂલના બ્લેકબેલ્ટ કરાટે ચેમ્પિયન નિકિલ ત્રિવેદી, તુષારભાઈ, અમૃતાબહેનએ વિદ્યાર્થિનીઓને કરાટેના વિવિધ દાવ શીખવીને સ્વરક્ષણ કેમ કરવું તે જીવંત નિર્દેશન દ્વારા સમજાવ્યું હતું. નડિયાદ શહેરની આર્ટસ કોલેજમાં ગ્રામ્ય વિસ્તારની છાત્રાઓ પણ મોટીસંખ્યામાં અભ્યાસ કરે છે. એથી ગામથી શહેર સ્થિત કોલેજ કેમ્પસનાં અપડાઉન ટાણે ક્યારેક તેમની છેડતીનો પ્રયાસ થાય તો મજબુતાઈથી જવાબ આપી શકે તે માટે સ્વરક્ષણની તાલિમ આપવામાં આવી હતી.

એકેડેમીની અસ્મા ટીમ કોલેજની બહેનોને તાજેતરમાં સ્વરક્ષણની તાલિમ આપવામાં આવી હતી. આ શિબિર દરમિયાન બ્લેકબેલ્ટ ચેમ્પિયન નિખિલભાઈ ત્રિવેદીએ રોજિંદા વ્યવહારના સાધનો જેવા કે પેન, કાંસકો, રસોડાના સાધનોથી સામી વ્યક્તિના કાનની પાછળના ભાગમાંના પોઈન્ટ પર અને અન્ય રીતે આક્રમણ કરીને ગેરવર્તણૂંક દાખવનારી વ્યક્તિને બેભાન બનાવી શકાય તેની મહત્વપૂર્ણ સમજ આપી હતી. કોલેજના વુમેન્સ ડેવલપમેન્ટ સેલ દ્વારા યોજાયેલા સ્વસંરક્ષણ તાલીમ શિબિરમાં કોલેજની બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.