• Gujarati News
  • Rahul Gandhi In Balasinor, Solder Meeting For Election Campaign

અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન, બાલાસિનોરમાં સંબોધશે સભા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- દેશની જનતાને ચોકીદારની નહીં હકની જરૂર
- બાલાસિનોરની જાહેર સભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપના પીએમપદના દાવેદાર નરેન્દ્ર મોદીને આડેહાથ લીધાં:
- મહિ‌સાગર, ખેડા અને આણંદ સહિ‌ત પ જિલ્લાની જનમેદની સભામાં ઉમટી : દેશભરમાં ગુજરાતના વિકાસનું ગાણું રજૂ કરતાં મુખ્યમંત્રી પર અન્ય નેતાઓના શાબ્દિક પ્રહાર


મહિ‌સાગર જિલ્લામાં બાલાસિનોરના ફાગવેલ રોડ પરના મેદાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા મંગળવારે બપોરે ૧ કલાકે યોજાઈ હતી. રાહુલ ગાંધીએ જનમેદનીને સંબોધતા ભાજપના વડાપ્ર્ધાન પદના દાવેદાર અને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને આડેહાથ લેતાં કહ્યું હતું કે, મોદી હંમેશા કહે છે મને ચોકીદાર બનાવી દો. હું ભ્રષ્ટાચાર મિટાવી દઈશ. હિ‌ન્દુસ્તાને બહુ ચોકીદાર જોયા છે. અંગ્રેજો પણ ચોકીદાર બનવા માગતાં હતાં. અમે તેમને દેશની બહાર હાંકી કાઢયાં હતાં. દેશની પ્રજાને ચોકીદાર નહીં, હક અને અધિકારની જરૂર છે.

રાહુલ ગાંધીએ પાંચ જિલ્લાની જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે 'ગુજરાતે હિ‌ન્દુસ્તાનને ઘણુંબધું આપ્યું છે. અહીંયા મહિ‌લાઓ બેઠી છે, જ્યારે દેશમાં દૂધ કે શ્વેતક્રાંતિની વાત થાય છે તે અહીંનું મહિ‌લાનું કામ છે. ગુજરાતની મહિ‌લાઓનું કામ છે. ગુજરાતે જ ગાંધીજી અને સરદાર પટેલને દેશ તેમ જ કોંગ્રેસને આપ્યાં છે. આ બંને વિભૂતિ નથી, પરંતુ એક વિચારધારા છે. આજકાલ વિપક્ષના લોકો ગાંધીજી અને સરદાર પટેલ તેમ જ દૂધની ક્રાંતિની વાત કરે છે. સરદાર પટેલની મોટી ઈમારત બનાવી રહ્યા છે. સારી વાત છે, પરંતુ તેમણે થોડી જાણકારી તેમનાં વિશે મેળવી લેવી જોઈએ. માસ્ટર કે ડોક્ટરેટ થવાની જરૂર નથી, પરંતુ ૧૦-૧૨ પેજ તો વાંચી જ લેવા જોઈએ. સરદાર પટેલે શું ક્હ્યું, કેવી રીતે રહ્યા. તે વિશે તો જરૂર અભ્યાસ કરી લેવો જોઈએ. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને સરદાર પટેલનું નામ આપવાનું હતું ત્યારે આ જ લોકો કાળા ઝંડા લઈને વિરોધ કર્યો હતો. તેમણે જિંદગી આરએસએસમાં વિતાવી દીધી છે. તો તેમણે તેનાં વિશે પણ વાંચી લેવું જોઈએ. સરદાર પટેલે આરએસએસની વિચારધારાને ઝહેરીલી ગણાવી હતી. જે હિ‌ન્દુસ્તાનના આત્માને નષ્ટ કરનારી છે. તેઓ તે વાંચવા તૈયાર નથી, તો હું તેમને જણાવી દઉં છું.’

ગુજરાતમાં ૩૦મી એપ્રિલે લોકસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલા નરેન્દ્ર મોદી સામે ૧૧મી માર્ચે બાલાસિનોરમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષની સભા યોજી પ્રચારનું બ્યુગલ ફૂંકી દીધી હતું. ઉપાધ્યક્ષે ગુજરાતના વિકાસ મોડેલની વાત કહેતાં મુખ્યમંત્રી પર તેજાબી રીતે વરસ્યા હતા. તેમ જ આગામી દિવસોમાં કોંગ્રેસ પણ પ્રચાર ઝુંબેશને તેજાબી બનાવવાના અણસાર બાલાસિનોરની ધરા પરથી આપ્યા હતા.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે 'આ લોકો ઈતિહાસની વાત કરે છે. હિ‌ન્દુસ્તાનનો ઈતિહાસ ખુબ જ જૂનો છે, પરંતુ તે તેનો એક શબ્દ તેમણે વાંચ્યો નથી. બીજેપીના લોકો ઈતિહાસનો અભ્યાસ કરે તો વાસ્તવિકતા ખબર પડે તેમ છે. ગીતા હોય કે અન્ય ગ્રંથમાં નજર કરશો તો જોવા મળશે કે માત્ર ભાઈચારની વાત કરવામાં આવી છે. આ લોકો કોંગ્રેસને મિટાવવાની વાત કરે છે, પરંતુ તે વાતને તેઓ ભૂલી જાય છે કે આ સંગઠનને બનાવ્યું કોણે? ગાંધીજી અને સરદાર પટેલસાહેબે. તો લોકો તેમનાં જ સંગઠનને મિટાવવાની વાત કરે છે. એ લોકો સરદાર પટેલની ઈમારત બનાવવાની વાત કરે છે. આ તે કેવી વાત છે. હું ૭ વર્ષનો હતો ત્યારે પણ અમૂલના પોસ્ટર જોતો હતો. અમૂલ મહિ‌લાઓ તેમ જ સરદાર પટેલની દેન છે. ગુજરાતનું મોડેલ સહકારી ચળવળ પણ કોંગ્રેસની દેન છે. આ લોકો કહે છે કોંગ્રેસ પાર્ટીએ ૬૦ વર્ષમાં નથી કર્યુ તે અમે થોડાં મહિ‌નામાં કરી દઈશું. મને ચોકીદાર બનાવી દો. હું ભ્રષ્ટાચાર મિટાવી દઈશ. હિ‌ન્દુસ્તાને બહુ ચોકીદાર જોયા છે. અંગ્રેજો પણ ચોકીદાર બનવા માગતા હતા. અમે તેમને દેશની બહાર હાંકી કાઢ્યાં હતાં. દેશની પ્રજાને એક ચોકીદાર નહીં હક અને અધિકારની જરૂર છે, જે અમે આપીશું.

ગરીબોની જમીન ચોરીને ઉદ્યોગપતિઓને આપી દેવી તે ચોકીદારી છે? આ વાંચવા માટે આગળ ક્લિક કરો...
તસવીર નરેશ ગનવાણી, દામીન પટેલ જિજ્ઞેશ પટેલ