• Gujarati News
  • Questions In Regard To The Application By Farmers Farmers Unions

ચરોતરનાં ખેડૂતોનાં પ્રશ્નો સંદર્ભે કિસાનસંઘો દ્વારા આવેદનપત્ર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ચરોતરનાં ખેડૂતોનાં પ્રશ્નો સંદર્ભે કિસાનસંઘો દ્વારા આવેદનપત્ર
- ટેકાનાં ભાવો જાહેર કરાય તે ભાવો મુજબ ખરીદી કરવા માગણી
આણંદ: નડિયાદખેડૂતોના પડતર સંદર્ભે ભારતીય કિસાનસંઘ દ્વારા ખેડા-આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કિસાનોની માગણી છે કે, ટેકાનાં ભાવો જાહેર કરાય તે ભાવો મુજબ ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવે, આ ચીજવસ્તુઓની ખરીદી માટેનાં ખરીદકેન્દ્રો શરૂ કરાય, જે વિસ્તારમાં નહેરનું પાણી મળતું નથી ત્યાં પાણીની વ્યવસ્થા થાય, ખેતરોમાં ઊભાપાકને થતાં નુકશાન અટકાવવા માટે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેવી વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારતીય કિશાનસંઘ ખેડાના શાંતિલાલ કે.પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતો સંદર્ભે સરકાર દ્વારા અસરકારક પગલાં ભરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે. તેઓની આર્થિકસ્થિતિમાં સુધારો થાય તેવાં પગલાં ભરવામાં આવે તેવી માગણી સાથે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપ્યું છે. આ માગણીઓમાં ખેત ઉત્પાદનના પાકોમાં કપાસ, મગફળી,ડાંગર, દીવેલા ઘઉં વગેરે અનેક પાકોમાં ખેડૂતોને પોષાય તેવાં સરકારના ટેકાના ભાવ મળતાં નથી. કપાસમાં અગાઉના વર્ષમાં 1000થી 1300 રૂપિયા ભાવ મળ્યાં હતાં.
આજના સમયમાં સરકાર દ્વારા સારાં માલના ટેકાના ભાવ 800 રૂપિયા બાંધેલા છે. હાલના સમયમાં ખેડૂતોને પોષાય તેમ નથી. ટેકાનાં ભાવમાં વધારો કરવો અને ખરીદીના કેન્દ્રો વધારે ખોલવા જોઇએ. જે વિસ્તારમાં નહેર દ્વારા પાણી ન મળતું હોય તેવા વિસ્તારમાં સિંચાઇની વ્યવસ્થા કરી આપવી ને ઊંચાઇ દર સમાન હોવો જોઇએ.વધુમાં તેઓે કહ્યું હતું કે, ખેડૂતનાં ઊભાં પાકોને જાનવરો દ્વારા થતાં નુકશાન જેવા કે રોજ, નીલગાય, ભુંડ જેવા જાનવરો (િબન ખેતીલાયક)જંગલમાં ખસેડવા જોઇએ.
આ રજૂઆત વર્ષોથી કરવા છતાં પણ કોઇ ઉકેલ આવતો નથી. ખેડૂતોને પિયત માટે મળતી વીજળીનો હાલનો સમય અનુકુળ નથી. આ સમય દિવસમાં મળે તેવો પ્રયત્ન કરવો, રસાયણિક ખાતરો સમયસર મળે તથા પૂરતાં પ્રમાણમાં ગામની સેવા સહકારી મંડળીમાં વધારે પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઇએ. આ તમામ બાબતો સંદર્ભે ખેડૂતોએ રજૂઆત પણ કરી છે. આગામી દિવસોમાં આ સંદર્ભે ખેડૂતોના હિતમાં કાર્યક્રમો પણ કરાશે.