નડિયાદમાં 28મી ફેબ્રુઆરીએ લોકફરિયાદ નિવારણ કાર્યક્રમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ કલેક્ટર કચેરીમાં ૨૮મીના રોજ જિલ્લાકક્ષાનો લોકફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ કલેક્ટર કચેરીના મીટિંગ હોલમાં સવારે ૧૦:૧પ કલાકે જિલ્લા કલેક્ટર એમ.વી.પારગીના અધ્યક્ષસ્થાને યોજાશે.

આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ ૧૦મી ફેબ્રુઆરી બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીએ બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ ખાસ લખવાનું રહેશે. આ કાર્યક્રમમાં ન્યાયિક તુલ્ય બાબતો, ર્કોટ મેટર, સ્ટે, અપીલો, આકરણીને લગતા પ્રશ્નો તેમજ નોકરી-પેન્શન, રહેમરાહે પેન્શન અને પ્રથમ વખતની અરજીને લગતી બાબતોનો સમાવેશ કરવામાં
આવશે નહીં.

ખેડા જિલ્લામાં ૨૭મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

ખેડા જિલ્લાના દસેય તાલુકાઓમાં ૨૭મી ફેબ્રુઆરીના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ સવારે ૧૦:૧પ કલાકે તાલુકાની મામલતદાર કચેરી ખાતે મામલતદારના અધ્યક્ષપદે યોજાશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટેની અરજીઓ ૧૦મી ફેબ્રુઆરીના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં નડિયાદ શહેર, નડિયાદ ગ્રામ્ય, મહુધા, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, માતર, ઠાસરા, બાલાસિનોર અને વીરપુરની મામલતદાર કચેરીમાં બે નકલમાં સુવાચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર કરવાની રહેશે. અરજદારનો પોતાનો પ્રશ્ન હોવો જોઈએ. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહીં. અરજદારે અરજીના મથાળે તાલુકા સ્વાગત કાર્યક્રમ ખાસ લખવાનું રહેશે.