પીપલગ ગ્રામજનોનું હલ્લાબોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધની સાથે રેલી કાઢવામાં આવી હતી)
- પીપલગ ગ્રામજનોનું હલ્લાબોલ
- જનઆક્રોશ: પીપલગ ગામને બે ભાગમાં વહેંચતાં હાઇવે બ્રિજનું કામ અટકાવતાં દોડાદોડી
- પીપલગગામને જોડતાં બ્રિજ નીચે અંડરબ્રિજ બનાવી આપવા ઉગ્ર માગણી

નડિયાદ : નડિયાદ તાલુકાના પીપલગ ગામના ગ્રામજનોએ ગુરુવારે નેશનલ હાઇવે નં.8 ઉપર બની રહેલાં ઓવરબ્રિજનું કામ અટકાવી દીધું હતું. ગામનાં પ્રજાજનોએ ભેગાં મળીને પોતાની માગણી સંદર્ભે કામને અટકાવી દીધું હતું. પીપલગ ગામને અડીને જ નેશનલ હાઇવે નં.8 પસાર થાય છે. અહીં બની રહેલાં ઓવરબ્રિજના કારણે પીપલગ ગામ બે વિભાગમાં વહેંચાઇ જશે, જેથી ખાનગી કંપની આઇઆરબી દ્વારા અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે.
આ માગણી સંતોષવામાં નહીં આવે તો કામ ચાલું કરવા દેવામાં આવશે નહીં, તેવી ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી હતી. વળી, ગ્રામજનો દ્વારા કામ અટકાવી દેવાતાં અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ અંગેની વધુ માહિતી આપતાં ગામના ઘનશ્યામભાઇ પટેલે જણાવ્યું હતું કે, પીપલગ ગામ ને.હા.નં.8 ને અડીને આવેલું છે. આ ગામનો વિકાસ બંને બાજુએ થઇ રહ્યો છે. પશ્ચિમ વિસ્તારમાં ગામનો વિકાસ તેમજ ગામનાં ખેતરો આવેલાં છે. જેનાં કારણે પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ િવસ્તારમાં ખેડૂતોને દિવસમાં અવાર-નવાર જવાનું થાય છે.
હાલમાં ઓવરબ્રિજ બનાવવાની કામગીરી થઇ રહી હોવાથી પીપલગથી અક્ષરમાર્ગ તરફ અવર જવર થઇ શકે તેમ રહેશે નહીં. આઇઆરબી દ્વારા આ બ્રિજની નીચેથી રસ્તો બની શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તો ગ્રામજનોને ખૂબ જ રાહત થાય તેમ છે. હાલમાં પીપલગ ચોકડી પાસે બ્રિજની નીચેથી જવાની વ્યવસ્થા કરાઇ છે, પરંતુ તે ગામથી દૂર છે. આવા સંજોગોમાં ગ્રામજનોને ફરી-ફરીને જવાનો વારો આવશે.
વાંચો આગળ, આ બાબતે ઉંચ્ચ કક્ષાણે જાણ કરવાની સ્થાનિકોની ચિમકી, અંડરબ્રિજ બનાવી ગામને યથાવત્ત રહેવા દેવા માટે વિનંતી ....