'જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નારાંથી ગુંજી ઊઠ્યું ડાકોર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ડાકોરનાં માર્ગો ઉપર ભક્તોનું ઘોડાપૂર ઉમટયું
-દ્વારકાધિશના દર્શનાર્થે ડાકોર પહોંચવા ભક્તોમાં થનગનાટ
--ઠેર ઠેર ભોજન સહિ‌તના સેવા કેન્દ્રો ખુલ્યાં


યાત્રાધામ ડાકોરના માર્ગો શ્રદ્ધાળુ ભક્તોના ઘોડાપુરથી ઉભરાઈ રહ્યા છે. સમગ્ર માનવ પ્રવાહ માત્ર શ્રી દ્વારકાધિશના દર્શનાર્થે ડાકોરમાં ઠલવાઈ રહ્યો છે. શ્રદ્ધાના પુર અને ભક્તોથી માર્ગો રસતરબોળ બની રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ડાકોર તરફનાં તમામ માર્ગો ઉપર વાહનોની પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ડાકોરમાં શુક્રવારે ફાગણ સુદ તેરસના દિવસ દરમિયાન અડધા લાખ ઉપરાંત દર્શનાર્થીઓએ રાજાધિરાજા રણછોડના દર્શન કર્યા હતો. યાત્રાધામ ડાકોરમાં ફાગણ સુદ તેરસ અને શુક્રવારથી ફાગણી પૂનમના મેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ચુક્યો છે.

હોળી-ધૂળેટીના પર્વ ટાણે ડાકોરમાં બિરાજેલા શ્રી ઠાકોરજીના અલૌકિક શણગાર સાથેના દર્શનનો લ્હાવો લઈને રંગોત્સવ મનાવવાનો થનગનાટ ભક્તોમાં જોવા મળી રહ્યો છે. ડાકોર તરફ આવતાં તમામ માર્ગો ખાત્રજ ચોકડી, સિંહુજ ચોકડી, મહુધા, અલીણા, સેવાલિયા, વાસદ, સારસા, ઉમરેઠ વગેરે માર્ગો ઉપર ધજાઓ સાથેના પગપાળા સંઘો અને પદયાત્રિકોનું ઘોડાપુર 'જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નારાં સાથે ડાકોર તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ માર્ગો ઉપર ઠેર-ઠેર સેવાકેન્દ્રો, ચા-નાસ્તો, પાણી, લીંબુ શરબત, ભોજન જમાડીને સેવાયજ્ઞના સેવકો કૃતકૃત્યની લાગણી અનુભવી રહ્યા છે. શુક્રવારે ભક્તોના પ્રવાહથી ડાકોરની ગલીઓ પણ મોડી સાંજે ઉભરાઈ રહી હતી.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...