ડભાણમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 5.50 લાખના ટાયરોની ચોરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડભાણમાં પાર્ક કરેલી ટ્રકમાંથી 5.50 લાખના ટાયરોની ચોરી
- ખેડામાં લૂંટારાઓની હેટ્રીક : ડભાણમાં બે અને ડુમરાલમાં એક લૂંટ
નડિયાદ : નડિયાદ તાલુકાના ડભાણ હાઇવે રોડ ઉપર આવેલાં પેટ્રોલપંપ નજીક પાર્ક કરેલી એક ટ્રકમાંથી 40 ટાયરની ચોરી કરી અજાણ્યાં ઈસમો ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે ટ્રક ચાલકની ફરિયાદના આધારે નડિયાદ રૂરલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા એક અઠવાડિયામાં ડભાણ સીમમાંથી બે ટ્રક તથા ટાયરોની ચોરી થતાં વાહન ચાલકોમાં ચકચાર મચી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, ઉત્તર પ્રદેશના રીઠવા ગામના રાજબહાદુર રાધેશ્યામ દિવાકર ડભાણમાં પેટ્રોલપંપની સામે આવેલાં પટેલ કાંટાની પાછળના મકાનમાં રહે છે. તેઓ વડોદરા-અમદાવાદ રોડવેઝમાં ટ્રક ચાલક તરીકે નોકરી કરે છે. ગત 10મી નવેમ્બરના રોજ રાજબહાદુર પોતાની ટ્રક નંબર જી.આર.ટી.5656માં વડોદરાથી 182 ટાયર્સ ભરી અમદાવાદ જવા નીકળ્યાં હતાં. દરમિયાન રાત્રિનો સમય હોવાથી તેઓએ પોતાની ટ્રક જી.એમ.પેટ્રોલપંપ પાસે પાર્ક કરી પોતાના ઘરે ગયાં હતાં.
સવારે તેઓ પોતાની ટ્રક ઉપર આવતાં ટ્રકની તાડપત્રી કપાયેલી જણાઇ હતી. તેઓએ ટ્રકમાં તપાસ કરતાં આશરે 40 જેટલાં ટાયર્સ (કિ.રૂ.5.50 લાખ)ની ચોરી થઇ ગયાં હોવાનું માલુમ પડ્યું હતું. આ સંદર્ભે રાજબહાદુર દિવાકરે નડિયાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યાં ઇસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છેલ્લા ત્રણ દિવસમાં હાઇવે ઉપર ખેડા જિલ્લા પોલીસની નિષ્ક્રીયતાને કારણે લૂંટારાઓ બેફામ બનતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે.