• Gujarati News
  • One Killed In Truck Accident Between A Car, A Serious

ટ્રક- કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : એક ગંભીર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ટ્રક- કાર વચ્ચે અકસ્માતમાં એકનું મોત : એક ગંભીર
- ટ્રક-ઇન્ડિકા ગાડી વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિને ગંભીર ઈજા
નડિયાદ : નડિયાદ તાલુકાના ભુમેલ દરગાહ નજીક રવિવારે રાત્રનિા એક ટ્રક અને ઇન્ડિકા ગાડી વચ્ચે સર્જાયેલાં અકસ્માતમાં બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં કણજરીના એક રહીશનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સંદર્ભે ચકલાસી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, નડિયાદ તાલુકાના કણજરી વ્યાસફળિયામાં દિલીપ ચંદ્રકાન્ત પ્રજાપતિ તથા રમણસિંહ માધવસિંહ રાણા (ઉં.વ.56)રહે છે.

તેઓ સોમવારે રાત્રનિા 10 કલાકે પોતાની કાર નં. જી.જે.7.આર-9617 લઈ નડિયાદથી કણજરી પોતાના વતન જવા નીકળ્યાં હતાં. તેઓ પોતાની ગાડી લઈ ભૂમેલ રોડ પર આવેલી દરગાહ નજીકથી પસાર થતાં હતાં ત્યારે એક ટ્રક નં.જી.જે.3.એટી-1827ના ચાલકે પોતાની ટ્રક બેફિકરાઈ અને પુરઝડપે ગફલતભરી રીતે હંકારી સામેથી આવતી ગાડી સાથે ધડાકાભેર અથડાવી હતી. આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલાં રમણસિંહ રાણા (ઉં.વ.56)ને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચી હતી,

જ્યારે દિલીપ પ્રજાપતનિે માથાના તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી બંને વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન રમણસિંહ રાણાનું મૃત્યુ નીપજ્યું હતું. આ સંદર્ભે િચરાગભાઈ પ્રજાપતિએ ચકલાસી પોલીસ મથકે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.