તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઈલના નવ વેપારી ઉપર પોલીસની તવાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નડિયાદ, વડતાલ, ડાકોર, ખાત્રજ, અરેરી વિસ્તારમાં સપાટો, જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો

ખેડા જિલ્લાના નડિયાદ, વડતાલ, ડાકોર, ખાત્રજ, અરેરી વિસ્તારમાં મોબાઈલ લે - વેચ કરતાં ૯ દુકાનદાર રજીસ્ટર નહીં નિભાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસઓજી પોલીસે નડિયાદ તાલુકાના વડતાલ મુકામે આવેલ શ્રીજી મોબાઈલના માલિક સુનિત જયકિશન પ્રેમજાની(રહે.બાકરોલ), મારૂતી મોબાઈલના માલિક શૈલેષભાઈ પરમાર(રહે.બામરોલી), રામદેવ મોબાઈલના માલિક સંજયભાઈ વાળંદ(રહે.વડતાલ), ધર્મેશ કિરાણા સ્ર્ટોસના માલિક અમુલખભાઈ મહેશ્વરી(રહે.નડિયાદ) તથા ડાકોર મુકામે સ્ટેશન રોડ પર આવેલ એસ.કે.મોબાઈલના માલિક દિનેશભાઈ ખત્રી(રહે. ડાકોર), મહેમદાવાદ વિસ્તારના વારાહી મોબાઈલ દુકાનના માલિક હસમુખભાઈ પટેલ(રહે.ખાત્રજ), અંબિકા મોબાઈલના માલિક સુનિલભાઈ પટેલ(રહે.અરેરી) તેમજ નડિયાદ શહેર વિસ્તારમાં આવેલ જનતા સેલ્સ મોબાઈલ દુકાનના માલિક જિજ્ઞેશભાઈ રવન્દ્રિ‌ભાઈ પટેલ(રહે.નડિયાદ), એસ.કે.મોબાઈલના માલિક સુદેશકુમાર રામચંદ્ર ઠક્કર(રહે.નડિયાદ) નવા જૂના મોબાઈલ લે-વેચ કરતાં હતા.

તેઓ જિલ્લા કલેક્ટરે બહાર પાડેલ જાહેરનામા મુજબ કોલમ મુજબનું રજીસ્ટર નહીં નિભાવી જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતાં માલુમ પડયા હતા. જ્યારે સન્ની સાયકલ સ્ટોરના માલિક અશોકભાઈ ઉભરાણી (રહે.નડિયાદ) જૂના વાહનોની લે-વેચ તથા ભાડે લેનાર વ્યકિતઓ પાસેથી ઓળખના પુરાવાઓ નહીં લઈને રજીસ્ટરની નિભામણી કરતા નહતા. જે સંદર્ભે એસઓજી પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ તેઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.