નીલહરીત શેવાળથી સુક્ષ્મ જીવોનું સંરક્ષણ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નીલહરીત શેવાળથી સુક્ષ્મ જીવોનું સંરક્ષણ
-નીલ હરીત શેવાળનાં ઉપયોગ વિષય પર પરિસંવાદ યોજાયો
નડિયાદ : માતર અને વસો તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ડાંગરના પાકમાં ‘‘નીલહરીત શેવાળ’’ (જૈવિક ખાતર) ઉપયોગ વિષય પર પરિસંવાદ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો હતો અને આ જૈવિકખાતરનો ઉપયોગ કરવાથી રાસાયણિક ખાતરની બચતની સાથે સાથે જમીન અને તેમાં રહેલા સુક્ષ્મ જીવોનું સંરક્ષણ પણ થાય છે.
માતર તાલુકાના દેથલી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા નવી દિલ્હીના સેન્ટર ફોર કન્ઝેર્વેશન એન્ડ યુટીલાઇઝેશન ઓફ બી.જી.એ. ના ઉપક્રમે માતર તાલુકાના દેથલી મલીયાતજ અને વસો તાલુકાના ખાંધલી સહિત ગ્રામ વિસ્તારોમાં ખેડૂત મિત્રોના ખેતરમાં ડાંગરના પાકમાં નીલ રહીત શેવાળ (જૈવિક ખાતર) ના ઉપયોગ વિષય પર પરિસંવાદ યોજાયો હતો.
આ સંદર્ભે દેથલી કેન્દ્રના નિયામક ડૉ. પી.કે. શર્માએ જણાવ્યું હતું કે, નીલહરીત શેવાળ એ એક પ્રકારનું જૈવિક ખાતર છે. જેનો ઉપયોગ કરવાથી ડાંગરની ખેતીમાં 20 થી 30 કિલો નાઇટ્રોજન પ્રતિ હેકટર જેટલી રાસાયણિક ખાતરની બચત થાય છે. જેવિકખાતર વાપરવામાં ખૂબજ સરળ અને કિંમતમાં ખૂબજ સસ્તુ છે.જમીન વિજ્ઞાન વિષયના નિષ્ણાંત ડૉ. ભૂપેન્દ્રસિંહ , ડૉ. વાય.વી. સિંહે ખેડૂતોને આ જૈવિક ખાતર અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ખેડૂતોએ આ જૈવિક ખાતરનો ઉપયોગ કરનાર ખેડૂતોના ખેતરનું નિદર્શિત કરવામાં આવ્યું હતું. આ ખાતર થી રાસાયિણક ખાતરના વપરાશમાં ઘટાડો થશે.