નડિયાદ બધિર વિદ્યાલયમાંથી બે બાળકો ગૂમ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ ડભાણ રોડ પર આવેલ બધિર વિદ્યાલયમાંથી તા. ૧લીની રાત્રિના બે બાળકો ગૂમ થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે નડિયાદ પ‌શ્ચિ‌મ પોલીસે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ અપહરણનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ બધિર વિદ્યાલયમાં શૈલેષ શંકરભાઈ બારૈયા (ઉં.વ.૯, રહે.અંધજની નવી મુવાડી, તા.મહેમદાવાદ) તથા શૈલેષ ધર્માજી સુથાર (ઉં.વ.૮, રહે. લક્ષ્મીપુરા, ડીસા)અભ્યાસ કરતા હતા.
આ બંન્ને બાળકો શાળાની હોસ્ટેલમાં રહેતા હતા. તા.૧લીના રોજ જમ્યા બાદ આ બંન્ને બાળકો તેમની રૂમમાં પણ ગયા હતા. તેમછતાં શૈલેષ બારૈયા અને શૈલેષ સુથાર તા. ૧લીની રાત્રિના રોજ અચાનક ગાયબ થઈ જતાં શાળામાં ચકચાર મચી ગઈ હતી.