• Gujarati News
  • Nadiad Collector Office Name Turn Indulal Yagnik Demand

નડિયાદ કલેક્ટર કચેરીને ઈન્દુલાલ યાજ્ઞિક ભવન નામ આપવા રજૂઆત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં નવનિર્મિ‌ત કલેક્ટર કચેરીનું નામ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક ભવન આપવામાં આવે તે માટેની રજૂઆત નડિયાદ પ‌શ્ચિ‌મ નાગરિક સમિતિના સભ્યોએ કરી છે. આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવે તે માટેની માગણી પણ કરાઈ છે. રજૂઆતમાં જણાવાયું છે કે, નડિયાદ શહેરના પનોતા પુત્ર અને ગુજરાતની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઈન્દુચાચાનું નામ કચેરીને આપવામાં આવે તો સાચા અર્થમાં ઈન્દુલાલ યાજ્ઞિકને શ્રદ્ધાંજલિ આપી કહેવાય.
આ અંગેની વધુ માહિ‌તી આપતાં પ‌શ્ચિ‌મ નાગરિક સમિતિના પ્રમોદભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવનો ઉત્સવ હાલમાં ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે નડિયાદ પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલના નામથી એક સરકારી ઈમારત ઓવરબ્રિજના સામે ઊભી કરવામાં આવી છે. આ નામ આપીને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે, તેવી જ રીતે નડિયાદ ડભાણ રોડ ઉપર હાલમાં નવનિર્મિ‌ત કલેક્ટર કચેરી બનાવવામાં આવી છે.
આ કલેક્ટર કચેરીનું નામ શ્રી ઈન્દુલાલ યાજ્ઞિક ભવન આપવામાં આવે તેવો હુકમ કરવા નડિયાદના પ્રજાજનોની લાગણી છે. ઈન્દુલાલ યાજ્ઞિકનું જીવન શાંતિભર્યુ અને જીવનભર સેવામાં વિતાવી મહાગુજરાતની લડતમાં સફળતા પૂર્વક આગેવાનીનું નેતૃત્વ પૂરું પાડી ગુજરાતને અસ્તિત્વમાં લાવ્યા છે. ત્યારે તેઓના નામની ઈમારત હોય તે સમગ્ર નડિયાદ માટે ગૌરવ જેવી બાબત છે. આ બાબતે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય હુકમ કરવામાં આવે તેવી માંગણી સાથેની રજૂઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે.