તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધામાં ડોક્ટર સામે પોલીસ ફરિયાદ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આયુર્વેદિક તબીબ હોવા છતાં સગર્ભાને એલોપથી દવા આપતાં મોત નિપજ્યું

મહુધા ચોખંડી ભાગોળમાં આવેલ આર્યુવેદિક ડોક્ટર દ્વારા એલોપેથી સારવાર કરતાં એક સર્ગભા મહિ‌લાનું મૃત્યુ થયુ હતું. આ સંદર્ભે જિલ્લા આર્યુવેદિક અધિકારી દ્વારા તપાસ કરીને મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મહુધા ચોખંડી ભાગોળમાં સંજીવની હોસ્પિટલ આવેલી છે. જ્યાં આર્યુવેદિક ડોક્ટર અબ્દુલરઉફ મેમણ એલોપેથી સારવાર કરતા હતા. તા.૩૦/પ/૨૦૧૩ના રોજ બપોરે સ્થાનિક સર્ગભા મહિ‌લા પરવીનબાબુ સજ્જાદહુસેન મલેક (ઉં.વ.૨૮)ની પ્રસુતિ કરાવી હતી અને પ્રસુતિ થયા બાદ વધુ બ્લીડીંગ (લોહી નીકળી ગયુ હતું) અને તબિયત વધારે બગડી ગઈ હતી. તેમ છતાં ડોક્ટર અબ્દુલરઉફ મેમણે દર્દીને અન્યત્ર ખસેડવાના બદલે પોતાની હોસ્પિટલમાં દાખલ રાખ્યા હતા અને પોતે હોસ્પિટલમાં હાજર ન હતા. જેથી પરવીનબાનુનું મૃત્યુ થયું હતું.

આમ, ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાથી તેમના પરિવારજનોએ કલેક્ટર, આરોગ્ય વિભાગ તેમ જ રાજ્ય આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. આ રજૂઆતના આધારે જિલ્લા આર્યુવેદિક અધિકારી ઉમેશકુમાર જોષીએ તપાસ કરી હતી અને ગુજરાત મેડિકલ પ્રેક્ટીસ એક્ટના પરિપત્ર પ્રમાણે આર્યુવેદિક તથા હોમિયોપેથીક તબીબ એલોપેથીક સારવાર કરી શકે નહીં.

આ કિસ્સામાં મહુધાના તબીબ અબ્દુલરઉફ મેમણે આર્યુવેદિક ડિગ્રી હોવા છતાં એલોપેથી સારવાર કરી હોવાથી તેઓની વિરૂદ્ધમાં આઈપીસી ૩૦૪ અને ગુજરાત મેડિકલ પ્રેક્ટીસ એક્ટની કલમ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ મહુધા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અન્વયે મહુધા પોલીસે તબીબ સામે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.આર.ગોહિ‌લ ચલાવી રહ્યા છે.