તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધામાં 42 ગામનાં કારભાર માટે માત્ર 9 તલાટી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતી રાજનું માળખું ગોઠવાયુ છે. પરંતુ માળખાના આધારસ્થંભ સમા પાયાના કર્મચારીઓની અછતના કારણે છેલ્લાં કેટલાક સમયગાળાથી ગ્રામ્ય પ્રજાને મહત્વના કામકાજમાં રોજબરોજ હાલાકી સાથે વિકાસમાં અવરોધક સ્થિતિનું નિર્માણ થવા પામ્યુ છે.

મહુધા તાલુકામાં કુલ ૪૨ ગ્રામ પંચાયત હોવા છતાં ફક્ત ૯ તલાટીઓ ફરજ બજાવે છે. પરંતુ ખરેખર ૩૨ તલાટીની જગ્યા હોવા છતાં હાલમાં માત્ર ૯ તલાટીથી જ ૪૨ ગામનો વહીવટ કરાવવામાં આવે છે. જેના કારણે સીધી અસર મહેસુલી કામગીરી તેમ જ જે તે ગામના વિકાસના કામોને થઈ રહી છે. કારણ કે તલાટી કમ મંત્રીઓને ફાળવેલ દિવસોએ પણ ગામમાં જઈ શકતા નથી. આથી મોટાભાગના ગામડાની પ્રજાને પણ છેલ્લા કેટલાક દિવસોથી મહત્વના કામકાજ માટે ગ્રામ પંચાયતની કચેરીએ જઈ ધરમધક્કા ખાવાનો વારો આવે છે. એક એક તલાટીની પાસે ૩થી ૪ ગ્રામ પંચાયતનો ચાર્જ હોવાથી તેમ જ દર ગુરૂવારે તાલુકા પંચાયતમાં મીટીંગમાં ફરજિયાત હાજરી આપવી પડતી હોવાના કારણે ગ્રામ પંચાયતમાં સમયસર હાજરી નહીં આપી શકતા હોવાની ફરિયાદ પણ તાલુકાની પ્રજામાં પ્રર્વત્તે છે.

આ ઉપરાંત તાલુકાના કેટલાક ગ્રામ પંચાયતના અગ્રણીઓએ નામ ન આપવાની શરતે વધુમાં જણાવ્યા મુજબ મહુધા તાલુકામાં હાલ ૯ તલાટીમાંથી અને ૧ તલાટી રજા પર છે. એથી મહુધા તાલુકાની ૪૨ ગ્રામ પંચાયત અને ૯૯,૬૨૪ની જનસંખ્યા સામે હાલ માત્ર ૮ તલાટી ફરજ બજાવી રહ્યા છે. કામગીરી વધી જતા તલાટી કમ મંત્રી પણ કામના ભારણ વધી જતા ત્રસ્ત બની જવા પામ્યા છે. તેની સાથે કેટલીક પછાત ગ્રામ પંચાયતોમાં તલાટીઓ સમયના અભાવે ઘણી એવી સરકારી યોજના તેમ જ લાભાર્થીઓના અને વહીવટી કામ પણ ભારે વિલંબથી થઈ રહ્યા છે.