ખેડાના ૨૦૨ ગામમાં ૧૪ કૃષિ રથ ફરી ખેડૂતોને જાણકારી આપશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ખેડાના ૨૦૨ ગામમાં ૧૪ કૃષિ રથ ફરી ખેડૂતોને જાણકારી આપશે
- તાલુકા પંચાયતની બેઠક મુજબ કલ્સટર વાઇઝ બેઠકના ગામમાંથી કોઇ પણ એક ગામ પસંદ કરી સવારે ૮.૩૦થી બપોર ૧.૦૦ સુધી કાર્યક્રમો યોજાશે

ખેડા જિલ્લામાં તા.૨૬મીથી ૧૦ જુન દરમિયાન ૧૦મા કૃષિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સોમવારથી ૨૦૨ ગામોમાં પરિભમણ કરશે. આ અંગે કલેક્ટર કે.કે.નિરાલાએ જણાવ્યુ હતું કે ‘ખેડા જિલ્લામાં તા. ૨૬મે થી ૧૪ કૃષિરથ જિલ્લાના ૨૦૨ ગામોમાં પરિભમણ કરશે અને ખેડૂત સભાઓનું આયોજન કરવામાં આવનાર છે. તાલુકા પંચાયતની બેઠક મુજબ કલ્સટર વાઈઝ બેઠકના ગામમાંથી કોઈપણ એક ગામ પસંદ કરી સવારે ૮.૩૦ થી ૧.૦૦ કલાક સુધી કાર્યક્રમ યોજવામાં આવશે. કૃષિ મહોત્સવનું આયોજન માઈક્રો પ્લાનીંગથી કરવામાં આવેલ છે. જે ગામમાં રથ પરિભમણ કરે તે ગામમાં કૃષિને લગતા સેમિનારો જેવા કે, સોઈલ હેલ્થ મેનેજમેન્ટ, હાઈટેક એગ્રીકલ્ચર, કેનીંગ-કીચન ગાર્ડનીંગ, રૂકટોપ કલ્ટીવેશન, ઈમ્પોર્ટ-એક્સર્પોટ, પાકોનું મૂલ્યવર્ધન, બીજ માવજત, સુક્ષ્મ પિયત પદ્ધતિ વિશેના સેમિનારોનું આયોજન કરવામાં આવશે. જેથી ખેડૂત મિત્ર તમામ વિષયોની જાણકારી મેળવી ઓછા ખર્ચે વધુને વધુ પાક મેળવી પોતાનું જીવનધોરણ ઉંચુ લાવી શકે.’

આ સંદર્ભે વધુમાં જિલ્લા વિકાસ અધિકારી સંદીપકુમાર સાંગલેએ જણાવ્યુ હતું કે, કૃષિ મહોત્સવમાં કૃષિ કીટ્સના બિયારણ, ખાતર, જંતુનાશક દવા જેવા ઈનપુટ્સ ઉપલબ્ધ કરાવવા, ખેડૂતોને કૃષિ મહોત્સવ દરમિયાન હરીફ પાકો, આધુનિક ખેતઓજારોમાં સહાય આપવી તેમજ નજીકના સ્થળથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ખેડૂતોમાં ડ્રીપ ઈરીગેશનનો વ્યાપ વધે તેવું આયોજન જી.જી.આર.સી વડોદરા ખાતે સંર્પકમાં રહી આયોજન કરવાનું રહેશે. શેડનેટ પોલી હાઉસ દ્વારા બાગાયતી પાકોનું ઉત્પાદન વધારવા માટે ધ્યાન આપવામાં આવશે.’

આ અંગે ખેતીવાડી અધિકારી કે.એન.પરમારે જણાવ્યુ હતું કે, અત્યારસુધી ૭ હજાર જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. દરેક ગામદીઠ ૧૫ પ્રગતિશીલ ખેડૂતોની માહિતી ઓનલાઈન કરવામાં આવી છે. આ મહોત્સવ અંર્તગત ૧.૮૦ લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવનાર છે. ૬૪૫૦ પશુપાલકોને પશુપાલન કીટ્સનું વિતરણ કરવામાં આવનાર છે. આ અંગે તાજેતરમાં યોજાયેલી બેઠકમાં અધિક કલેક્ટર એસ.કે.લાંગા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આગળ વાંચો, કૃષી રથનાં મુખ્ય ઉદ્દેશો.....