તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતરસુબાના ૩ હવાલદાર સામે તપાસનો આદેશ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જોરાપુરાના ખેડૂતે કપડવંજની કોર્ટમાં ફરિયાદ નોંધાવી: કોર્ટનો આંતરોલી આઉટ પોસ્ટના ૨ પોલીસ કોન્સ્ટેબલ તેમ જ ૧ જીઆરડીના ૧ જવાન સામે તપાસનો આદેશ કરતાં પોલીસે ગુનો નોંધ્યો

કપડવંજ તાલુકાના આતરસુંબા તાબેના જોરાપુરા ગામના એક ખેડૂત ખેતરમાંથી ઝાડ કાપી વેચવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન રાત્રિના સમયે પેટ્રોલીંગમાં નીકળેલ આંતરોલી આઉટ પોસ્ટના ૨ પોલીસ કોન્સ્ટેબલ તથા જીઆરડીના ૧ જવાને ખેડૂતને રોકી એન્ટ્રી ફીના નામે રૂપિયાની માગણી કરી ઢોર માર માર્યાની કપડવંજ કોર્ટમાં ફરિયાદ નોંધાવતા ન્યાયાધિશે ૩ ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવાનો હુકમ કરતા જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

કપડવંજ તાલુકાના જોરાપુરા ગામમાં રમેશભાઇ પરમારએ ખેતરના વૃક્ષો કાપ્યા હતા. આ ઝાડના લાકડાં ગત ૨જી જુલાઇના રોજ ટ્રેક્ટર - ટ્રોલીમાં ભરી વેચવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન આંતરોલી ગામની સીમમાં આંતરોલી આઉટ પોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ મણિભાઇ બબાભાઇ, લાલસિંહ મહોબ્બતસિંહ તથા ગ્રામરક્ષક દળના જવાન હિંમતસિંહ રાઠોડ(રહે.સિંઘાલી, તા.કપડવંજ) એક બાઇક ઉપર આવી ટ્રેક્ટર આંતરી ઊભું રખાવ્યું હતું. આ ખાખી ત્રિપુટીએ રમેશભાઇ પાસે એન્ટ્રીના નામે પૈસાની માગણી કરી હતી. પરંતુ રમેશભાઇએ લાકડા વેચી પરત આવતી વખતે પૈસા આપવાનું જણાવ્યું હતું.

સત્તાના નશામાં ચકચુર બનેલા ત્રણેય પોલીસ સિપાઈઓએ ખેડૂત રમેશભાઇને આંતરોલી આઉટ પોલીસ ચોકીએ લઇ ગયા હતા. તેઓએ રમેશભાઇને ઢોર માર મારતાં થાપા ઉપર ફેકચર થયું હતું. ત્યારબાદ રમેશભાઇના માણસોએ પોલીસ જવાનોને રૂપિયા ૪ હજાર આપ્યા હતા, જ્યારે એક હજાર રૂપિયા બાકી રાખ્યાં હતાં, જેથી પોલીસ જવાનોએ રમેશભાઇએ પહેરેલ સોનાનો દોરો તોડી લઇ પૈસા આપ્યાં બાદ લઇ જવા જણાવ્યું હતું. ખાખી ત્રિપુટીના મારથી ગંભીર રીતે ઘવાયેલા રમેશભાઇએ કપડવંજ કોર્ટમાં આંતરોલી આઉટ પોસ્ટના પોલીસ કોન્સ્ટેબલ મણિભાઇ, લાલસિંહ તથા જીઆરડીના જવાન હિંમતસિંહ વિરુદ્ધ ફરિયાદ કરતા ન્યાયાધીશે સર્ટિ‌ફિકેટના આધારે બંને પોલીસ કોન્સ્ટેબલ તથા જીઆરડીના જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પીએસઆઇને જણાવ્યું હતું. આ સંદર્ભે રમેશભાઇ પરમારની ફરિયાદના આધારે કપડવંજ રૂરલ પોલીસે બે પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડીના જવાન સમે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.