તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અત્યારે આનંદ કરશો તો આખી જિંદગી મહેનત નહીં કરવી પડે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીડી યુનિ.ની ફેકલ્ટી ઓફ કોમર્સનો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિ‌ટી, નડિયાદ સંલગ્ન ફેકલ્ટી ઓફ કોમર્સનો ૩૩મો ઈનામ વિતરણ સમારોહ બુધવારે સંતરામ મંદિર, નડિયાદ શાખા મંદિરના સંતશ્રી નર્ગિુણદાસજી મહારાજ અને બાલમુકુંદદાસજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ પદે ફેકલ્ટી ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના ડીન ડો.નિમેષ આર. જોષી ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહમાં સંતશ્રી નર્ગિુણદાસજી મહારાજે તેમનાં કોલેજ કાળને વાગોળતાં જણાવ્યું હતું કે, અત્યારે મહેનત કરશો તો આખી જિંદગી આનંદ છે અને અત્યારે આનંદ કરશો તો આખી જિંદગી મહેનત છે. સાક્ષરનગરી નડિયાદના લેખક મણિલાલ દ્વિવેદીના બાળપણ વિશે તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ સંસ્કૃતમાં નાપાસ થયા ત્યારે સમાજે જે મ્હેણું માર્યુ, એનાથી તેઓએ વધુ મહેનત કરી અને ઉત્તમ લેખન કાર્ય કર્યુ.

સ્વામી વિવેકાનંદે તેમનો લેખ શિકાગોમાં વાંચ્યો અને પ્રભાવિત થઈ નડિયાદ મળવા આવ્યાં હતા. તમે પણ એવી મહેનત કરશો તો તમારાં કુટુંબ, સમાજ અને સંસ્થાનું નામ રોશન કરશો. આ પ્રસંગે કોલેજમાંથી શૈક્ષણિક ક્ષેત્રે, રમત ગમત ક્ષેત્રે તથા સાંસ્કૃતિક ક્ષેત્રે સફળ વિદ્યાર્થીઓને મંચસ્થ મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફી એનાયત કરાયાં હતા, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થિ‌નીઓએ ગરબાની રમઝટ જમાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો