• Gujarati News
  • If The Kashmir Question Give To Sardar Then It's Solved

કાશ્મીર પ્રશ્ન સરદારને સોંપાયો હોત તો ઉકેલ આવી ગયો હોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ ખાતે ત્રિદિવસીય અધિવેશનનાં ઉદઘાટન સમારોહમાં ચરોતરનાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરાયાં

નડિયાદ ખાતે એલઆઈસીના વર્ગ ૩ અને ૪ના કર્મચારીઓનાં રાષ્ટ્રીયકક્ષાનાં ત્રિદિવસિય અધિવેશનનો સોમવારે સમી સાંજે ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો. જેનાં ઉદ્દઘાટન સમારોહમાં રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા પ્રકાશ જાવેડકરે વકતવ્યમાં જણાવ્યું હતું કે 'ભારત દેશ વિશ્વનું નેતૃત્વ કરવા સક્ષમ છે. સરદાર પટેલે પ૦૦થી વધુ રજવાડાને એકત્રિત કરી અખંડ ભારતની રચના કરી હતી. સરદારને કાશ્મીરનો પ્રશ્ન સોંપાયો હોત તો આજે કાશ્મીરનો પ્રશ્ન ન હોત.

નડિયાદના સંગાથ પ્લોટ ખાતે એનઓઆઇડબલ્યુના રાષ્ટ્રીયકક્ષાનાં અધિવેશનનો આરંભ મનોજ ગાંધી દ્વારા કરવામાં આવ્યો હતો. સમારોહમાં ધારાસભ્ય પંકજ દેસાઈ, એલઆઈસી નડિયાદનાં પ્રદીપ સાંખલા, અંજના શર્મા તેમ જ દેશભરમાંથી ૧૨૦૦થી વધુ પ્રતિનિધિ હાજર રહ્યા હતા. ઉદ્દઘાટક ઉદયરાવ પટવર્ધને સ્વામી વિવેકાનંદના વિચારને ભારતીય મઝદુર સંઘ માટે પ્રેરણા સ્ત્રોત્ર ગણાવ્યા હતા. દેશની પ્રગતિ કરવી અને મઝદુરોનું શોષણ કરવું તેવી સરકારની કામદાર વિરોધી નીતિનો વિરોધ બીએમએસ કોઈનાથી ડર રાખ્યા વિના કરશે. તેમ જણાવ્યું હતું.