• Gujarati News
  • If Ecological Difficult Mathematics Question Paper Was Easy

જીવવિજ્ઞાનનું પેપર અઘરૂ તો ગણિતનું પ્રશ્નપત્ર સહેલું રહ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- જીવવિજ્ઞાનનું પેપર અઘરૂ તો ગણતિનું પ્રશ્નપત્ર સહેલું રહ્યું
- પરીક્ષા દરમિયાન ગેરરીતિનો કેસ નોંધાયો નથી : પરીક્ષા સમાપ્ત થતાં વિદ્યાર્થીઓ તથા તંત્રએ અનુભવેલ હાશકરો
નડિયાદ : વિજ્ઞાનપ્રવાહના ધો.11 પ્રથમ અને ધો.12 ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનો રવિવારે છેલ્લો દિવસ હતો . પરીક્ષાના છેલ્લા દિવસે ધો.11ના 1890 પૈકી 1884 વિદ્યાર્થીઓએ જીવવિજ્ઞાન વિષય તથા ધો.12ના 2147 પૈકી 2135 વિદ્યાર્થીઓએ ગણતિ વિષયની પરીક્ષા આપી હતી. જેમાં જીવવિજ્ઞાનનું પેપર સામાન્ય અઘરૂ હતુ તેમજ ગણતિનું પેપર સહેલુ હતું. આ પરીક્ષા દરમિયાન એકપણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી.

આ સંદર્ભે જિલ્લા શિક્ષણાધિકારી ડી.જી. પટેલે જણાવ્યું હતુ કે, શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી વજિ્ઞાપ્રવાહના ધો.11ના પ્રથમ સેમેસ્ટર તથા ધો.12 ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનો રવિવારે છેલ્લા દિવસ હતો. પરીક્ષાના છેલ્લા દિવસે ધો.11ના1884 વિદ્યાર્થીઓએ જીવ વિજ્ઞાનની પરીક્ષા આપી હતી અને 6 ગેરહાજર રહ્યા હતા.જયારે ધો.12 માં 2135 વિદ્યાર્થીઓએ ગણતિ વિષયની પરીક્ષા આપી હતી અને 12 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જિલ્લાના તમામ પરીક્ષા સ્થળો પર ગોઠવાયેલા સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી.

આ પરીક્ષા દરમિયાન એકપણ ગેરરીતિનો કેસ નોંધાયો નથી. અને શાંતિપૂર્ણરીતે પરીક્ષા પૂર્ણ થઇ હતી. જયારે માર્ચ 2015 વર્ષમાં બોર્ડની ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા આ રીતે સીસીટીવી કેમેરાની નજર હેઠળ લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યુ હતું.દિવાળીના તહેવાર પહેલાં પરીક્ષાપૂર્ણ થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાશકારો લીધો હતો.
ધો.11 અને 12 સાયન્સની પરીક્ષા પૂર્ણ
ગુજરાત રાજ્ય માધ્યમકિ અને ઉચ્ચતર માધ્યમકિ શકિ્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.11 અને 12 સાયન્સની સેમેસ્ટર પરીક્ષા રવિવારે પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ સહતિ વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. આણંદ જિલ્લામાં ધો.11ના 12 અને ધો.12ના 21 મળીને 33 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આણંદ જિલ્લા શકિ્ષણાધકિારી કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે આણંદ જિલ્લામાં પાંચ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.