તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Holiday Pay Would Be The Presentation Of A Retired Primary Teachers

નિવૃત પ્રાથમિક શિક્ષકોને રજા પગાર ન અપાતાં રજૂઆત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ તાલુકાના નિવૃત્ત શિક્ષકોની તાલુકા તેમ જ જિલ્લા પંચાયતમાં લેખિતમાં ઉગ્ર માગણી કરી

નડિયાદ તાલુકાની પ્રાથમિક શાળાઓના નિવૃત પ્રાથમિક શિક્ષકોને ૧પ૦ દિવસની રજાનો પગાર રોકડમાં આપવામાં આવ્યો નથી. આ બાબતે શિક્ષકોએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે રજાનો પગાર ચુકવવાનો થાય છે તે મુજબ ચુકવવો જોઈએ તેવી માંગણી કરી હતી.

આ અંગેની વધુ માહિ‌તી આપતાં પ્રાથમિક શાળાના નિવૃત શિક્ષકોએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ ૩૦૦ દિવસની રજાનો પગાર રોકડમાં આપવાનો પરિપત્ર કર્યો હતો. તેને બદલીને થોડાક સમય બાદ ૧પ૦ રજાનો પગાર આપવાનો સુધારા કરતો પત્ર કરાયો હતો. પરંતુ હાલમાં ફરીથી રાજ્ય સરકારે તમામ નિવૃત પ્રાથમિક શિક્ષકોને ૩૦૦ રજાનો પગાર રોકડમાં આપવાનો પરિપત્ર કરી દીધો છે તેમછતાં નડિયાદ તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષકોને આ પરિપત્ર પ્રમાણે પગાર રોકડમાં આપવામાં આવ્યો નથી અને તેઓને માત્ર ૧પ૦ રજાનો જ પગાર આપવામાં આવ્યો છે.

જેના કારણે શિક્ષકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. આ બાબતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી શિક્ષકોએ કરી છે. જ્યારે આ સંદર્ભે નડિયાદ તાલુકા પંચાયતનો સંર્પક કરતાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું કે, આ અંગેની રજૂઆત અમારી પાસે આવી છે અને આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં જ લેવામાં આવશે.