રણછોડરાયનું ધામ શ્રદ્ધાળુંઓને આવકારવા સજ્જ બન્યું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણ દિવસનો ભવ્ય હોળી-રંગોત્સવ પૂનમ સુધી ઉજવાશે

યાત્રાધામ ડાકોરમાં બુધવારે આમલકી એકાદશીથી શરૂ થયેલો ત્રણ દિવસનો ભવ્ય હોળી-રંગોત્સવ પૂનમ સુધી ઉજવાશે. આ હોળી પૂનમ પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. પદયાત્રિકોનાં પ્રવેશ માર્ગ ઉપરના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યાં છે. આડબંધો લગાવી દેવામાં આવ્યા છે. તેમજ ડાકોરમાં પ્રવેશવાનાં માર્ગો પરની દેખરેખ માટે સીસીટીવી કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે પદયાત્રિકોનો મહેરામણ ઉમટી પડશે.

આ પદયાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિરની ચોતરફ સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. ગોમતી તરફ જવાના માર્ગ ઉપર પણ પતરાના આડબંધ લગાડી દેવાયા છે. ડાકોર નગરમાં પ્રવેશવાના ઉબડખાબડ માર્ગોનું સમારકામ કરી દેવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના મેળા દરમિયાન વાહનોને લઈને આવતાં યાત્રિકો માટે પાકિગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...