તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યુ જર્સીમાં ગુજરાતના તમાકુના વેપારીની ગોળી મારી કરપીણ હત્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- તમાકુના વેપારીના ભાઈની ન્યુ જર્સીમાં ગોળી મારી હત્યા
- પોતાની ગ્રોસરી સ્ટોરમાં બેઠાં હતા ત્યારે લૂંટારાંઓએ લૂંટફાટ કરીને ગોળી ચલાવી હત્યા કરી: લૂંટારાંઓ સીસીટીવીમાં ઝડપાયાં


ઠાસરા તાલુકાના રખિયાલ ગામે તમાકુના અગ્રણી વેપારી કનુભાઈ રણછોડભાઈ પટેલના નાનાભાઈ નરેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલને અમેરિકાના ન્યુજર્સી ખાતે તેમનાં સ્ટોરમાં જ ગોળી મારીને ચાર લૂંટારાએ મોતને ઘાટ ઊતારી દેતાં સનનાટી મચી ગઈ છે. લૂંટારાંઓ હત્યા કરી ફરાર થઈ ગયાં હતાં.

આ ઘટનામાં નરેન્દ્રભાઈને ત્રણ ગોળીઓ વાગતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. વેપારીના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

આગળની તસવીરમાં વાંચો માહિ‌તી આપનારને 10 હજાર ડોલરના ઇનામની જાહેરાત કરવામાં આવી છે