પરિવારજનોમાં ચિંતા: પૂરના કારણે અનેક ગુજરાતીઓ જમ્મુ-કશ્મીરમાં ફસાયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(જમ્મુમાં ફસાયેલા નડિયાદનાં લોકોનાં પરિવારનાં મોભી)
પરિવારજનોમાં ચિંતા: પૂરના કારણે અનેક ગુજરાતીઓ જમ્મુ-કશ્મીરમાં ફસાયાં
- ૭૨ યાત્રિકો સલામતના વાવળ : ૧૨ સંપર્ક વિહોણા
- ભારે વરસાદથી મચેલી તબાહીમાં ખેડા જિલ્લાના વિવિધ વિસ્તારના યાત્રિકો છેલ્લા ચાર દિવસથી ફસાયાં : પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

નડિયાદ : ૧૪ મહિ‌ના પહેલા ઉત્તરાખંડમાં સર્જા‍યેલી ભારે તારાજીમાં ખેડા જિલ્લાના ૪૦ જેટલી વ્યકિતઓ ફસાઈ ગઈ હતી. જેમાંથી અમુક વ્યકિતઓ જ પરત ફરી હતી. આ ઘટનાની કળ હજુ વળી નથી ત્યાં જમ્મુ-કશ્મીરમાં યાત્રાએ ગયેલ જિલ્લાના ૮૪ જેટલા યાત્રિકો ફસાયા હોવાથી તેમના પરિવારજનોમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. તંત્ર દ્વારા ૭૨ જેટલા યાત્રિકો સલામત હોવાનો દાવો કરી રહ્યા છે. જ્યારે ૧૨ યાત્રિકોના હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી.

ધરતીના સ્વર્ગ સમા જમ્મુ-કાશ્મીરમાં કુદરત રૂઠી છે અને ભારે વરસાદે તબાહી મચાવી છે. આ તબાહીમાં રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે અને ગામડાઓમાં પણ પાણી ફરી વળ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં યાત્રા કરવા ગયેલ યાત્રિકોમાં ખેડા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ ૮૪ જેટલી વ્યકિતઓ યાત્રા કરવા ગઈ હોવાની આધારભૂત માહિ‌તી મળી છે. જે પૈકી ૭૨ યાત્રિકો સલામત સ્થળે હોવાનું પણ જાણવા મળ્યુ છે. જ્યારે અન્ય ૧૨ વ્યકિતઓ કે જેઓને શુક્રવાર પછી સંપર્ક થઈ શક્યો નથી પરંતુ હાલમાં ત્યાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો હોવાના કારણે તેમજ ટેલીકોમની સુવિધાઓ પણ ઠપ્પ થઈ ગઈ હોવાથી સંપર્ક થઈ શકતો નથી. તેવું અનુમાન પણ વહીવટીતંત્ર કરી રહ્યું છે.

જોકે, આ પરિવારની મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસામાં અને સાંસદ દેવુસિંહ ચૌહાણે મુલાકાત લીધી હતી. ગતવર્ષે ઉતરાખંડમાં સર્જા‍યેલ ભારે તારાજીમાં ખેડા જિલ્લાના કેટલાક પરિવારો યાત્રાએ ગયા હતા. તેઓને આ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જેને ૧૪ મહિ‌નાનો સમય વિત્યો છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં યાત્રા કરવા ગયેલ ખેડા જિલ્લાના જુદા જુદા ગામડાઓના ૮૪ યાત્રિકોના સ્નેહીજનો અને પરિવારજનો પણ કશ્મીરમાં બનેલી ઘટનાથી ચિંતામાં મુકાઈ ગયા છે. જે પૈકી ૭૨ યાત્રિકો સલામત સ્થળે હોવાના વાવળ મળ્યા છે પરંતુ ૧૨ વ્યકિતઓના હજુ સુધી કોઈ વાવળ મળ્યા નથી. જેના કારણે તેમના સ્નેહીજનો યાત્રિકો વહેલામાં વહેલી તકે સલામત ઘરે પરત ફરે તે માટેની પ્રાર્થના કરી રહ્યા છે.

- જમ્મુની હોટલમાં બે દિ’ બાદ જમવાનું પણ ખૂટી પડશે

નડિયાદ: છ વર્ષનો યુગ, તેના માતા-પિતા સાથે જમ્મુ-કાશ્મીરની યાત્રાએ ગયા છે. છેલ્લા પાંચ દિવસથી તેઓ જમ્મુની એક હોટલમાં ફસાયાં છે. તેઓ ઘરે ઝડપથી પરત લાવવામાં આવે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા ગોઠવાય તેમ યુગના દાદા-દાદી ઈચ્છી રહ્યા છે. બે દિ’ બાદ જમવાનું પણ ખુટી જશે તેવું રવિવારે બપોરે થયેલી પોતાના પુત્ર સાથેની વાતમાં કહ્યુ હતું. ત્યારબાદ તેઓનો સંપર્ક થઈ શક્યો નથી તેમ ગાંધી પરિવારના રમણભાઈ ગાંધીએ જણાવ્યુ હતું કે દીકરા સાથે થયેલી વાત પ્રમાણે રસ્તા પર અવરજવર બંધ છે ત્યારે બજારો પણ ખાલીખમ હોવાથી આગામી દિવસોમાં હોટલમાં રસોઈ કેવી રીતે બનશે તે પણ એક મોટો પ્રશ્ન બની ગયો છે.
આગળ વાંચો અમે સૌ સલામત છીએ, ચિંતા કરતા નહીં અને જમ્મુ કશ્મીરમાં ફસાયેલા લોકોની તસવીરો