ખેડા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડાથી વેપારીઓમાં ખળભળાટ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાના જુદા જુદા વિભાગમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડીને અખાદ્ય પીણાનો નાશ કર્યો હતો તેમજ ૧૪ જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જેને તપાસ અર્થે વડોદરા લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ખેડા જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને પાડવામાં આવેલા દરોડાથી આવી સામગ્રીનું વેચાણ કરનારા વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે. તપાસણી દરમિયાન ૧પ લીટર શેરડીનો રસ, ૭૦ કિલો ખાદ્ય કેરીનો રસ, ૨૦ લીટર ચાસણી, ત્રણ કિલો બદામ શેક, જ્યારે ૩૦ લીટર મેંગો મિલ્ક શેકનો સમાવેશ થાય છે.

આ અંગેની વધુ માહિ‌તી આપતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ઉનાળાની ઋતુમાં પાણીજન્ય બિમારી થવાની શક્યતા વધારે રહેલી હોય છે અને આવા સંજોગોમાં વેપારીઓ વધુ નફો રળવા માટે કેરીનો રસ, શેરડીનો રસ તેમજ શરબત જેવા પીણામાં ભેળસેળ કરીને વેચતા હોય છે. જેના કારણે જાહેર પ્રજાજનોનું આરોગ્ય જોખમાય છે. આવી પરિસ્થિતિ સર્જા‍ય નહીં તે માટે અને પ્રજાજનોના આરોગ્યના સુખાકારી માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને કઠલાલ, હલધરવાસ અને મહેમદાવાદમાં દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન ૧પ લીટર શેરડીના રસનો નાશ કરાયો હતો. જ્યારે ૭૦ કિલો ખાદ્ય કેરીનો રસ, ૨૦ લીટર ચાસણી, ૩ કિલો બદામ શેક તેમજ ૩૦ લીટર મેંગો મિલ્ક શેકનો નાશ કરવામાં આવ્યો હતો. આ દરોડા પાડવામાં આવતાં ભેળસેળ કરનારા વેપારીઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઈ હતી.

૧૪ નમૂના પરિક્ષણ અર્થે લેવાયા

આ દરોડાની કામગીરી દરમિયાન શેરડીના રસના છ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને મેંગો મિલ્ક શેકના ૮ નમૂના લેવાયા હતા. જેને તપાસણી અર્થે વડોદરા મોકલી આપવામાં આવ્યા હતા. જેનો રર્પિોટ આવ્યા બાદ આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ અધિકારીએ ઉર્મેયુ હતું.