પરીક્ષા આપવા ગયેલી કિશોરીનું અપહરણ થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્કમ)
- પરીક્ષા આપવા ગયેલી કિશોરીનું અપહરણ થયું
- યુવક લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાની આશંકા
નડિયાદ : કઠલાલ તાલુકાના મનોરજીના મુવાડા પ્રા.શાળામાં શિષ્યવૃિતની પરીક્ષા આપવા ગયેલ ફાગવેલની એક કિશોરીને મનોરજીના મુવાડા ગામનો યુવક લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આ સંદર્ભે કિશોરીના પિતાએ કઠલાલ પોલીસ મથકે યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કઠલાલ તાલુકાના ફાગવેલ તાબે મનોરજીના મુવાડામાં કાળાભાઈ ઉર્ફે કાળિયો નાનાભાઈ ચૌહાણ રહે છે.

તા.16મીના રોજ ફાગવેલની એક કિશોરી મનોરજીના મુવાડા પ્રા.શાળામાં પરીક્ષા આપવા ગઈ હતી. દરમિયાન બપોરે 2 વાગે પરીક્ષાનું પેપર પુરૂ થયા બાદ કાળાભાઈ ઉર્ફે કાળિયો ચૌહાણ કિશોરીને જારકર્મ કરવાના ઈરાદે કિશોરીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ ફરાર થઈ ગયો હતો. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે કાળાભાઈ ઉર્ફે કાળિયો ચૌહાણ વિરૂદ્ધ ઈપીકો કલમ 363, 366 મુજબ ગુનો નોંધ્યો હતો.