• Gujarati News
  • District Panchayat Leaders Not Take On Charge For Holi

જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખને ચાર્જ લેવામાં હોળાષ્ટક નડ્યું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૧૪મી માર્ચે ચૂંટણીમાં કોંગ્રેસમાં બળવાની હોળી બાદ પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયાં હતા

બુધવારથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ ગયો છે. હોળાષ્ટક દરમિયાન કોઈ મંગલકારી કાર્ય થતાં ન હોવાથી ખેડા જિલ્લા પંચાયતના ચૂંટાયેલાં પ્રમુખ તથા ઉપપ્રમુખ આગામી ૨૮મી માર્ચે સત્તાવાર ચાર્જ સંભાળશે.

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી ગત ૧૪મી માર્ચના રોજ જિલ્લા કલેક્ટર એમ.વી.પારગીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રમુખપદે જયંતિભાઈ સોઢા અને ઉપપ્રમુખપદે કનુભાઈ ડાભીને ૪૧ સદસ્ય પૈકી ૨૧ સદસ્યએ આંગળી ઊંચી કરીને મત પસંદ કર્યા હતા.

તેઓને જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ વિજેતા જાહેર કર્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખપદે ચૂંટાયા બાદ તેઓ સત્તાવાર સત્તા સંભાળવાનું કાર્ય ૨૦ માર્ચથી શરૂ થતાં હોળાષ્ટકના કારણે મુલત્વી રાખવામાં આવ્યું હતું. આ હોળાષ્ટક ૨૬મી માર્ચના રોજ પૂર્ણ થાય છે, જેથી ત્યાર પછી પોતપોતાનો ચાર્જ સંભાળશે.